Monday, October 5, 2026
HomeGujaratAhmedabadશ્રમિકોની સલામતી રામ ભરોસે, અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં 26ના મૃત્યુ

શ્રમિકોની સલામતી રામ ભરોસે, અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં 26ના મૃત્યુ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : વર્તમાનમાં સેફ વર્ક એન્વાયર્નમેન્ટ એટલે કે કાર્ય સ્થળ પર સલામતી અંગેની ચર્ચાઓએ વેગ પકડયો છે. પરંતુ આ વિચારણા દેશના માત્ર 10થી 20 ટકા કર્મચારીઓ સુધી જ સીમિત છે. સરકારી આંકડા મુજબ આજે પણ ભારતનું 80થી 90 ટકા કાર્યબળ અસંગઠિત ક્ષેત્રમાં જ કામ કરે છે. પરંતુ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો ભજવતા આવા શ્રમિકોની સલામતીનો મુદ્દો ક્યારેય ચર્ચાનો વિષય બનતો નથી. ખાસ કરીને બાંધકામ ક્ષેત્ર અને ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો અસલામત વાતાવરણ વચ્ચે કામ કરે છે. એવામાં અમદાવાદ શહેરમાં નવી બાંધકામ સાઈટ તથા ઉદ્યોગોમાં છેલ્લાં બે મહિનામાં 26 શ્રમિકોના મોત થયા હતા.

મોટાભાગના બનાવમાં સલામતીમાં ગંભીર ચૂક :
અમદાવાદ શહેરમાં 11મી જૂનથી 10મી ઓગસ્ટ દરમિયાન નવી બાંધકામ સાઈટ પર કામ કરતા 16 અને ઉદ્યોગોમાં 10 સહિત કુલ 26 શ્રમિકોના મોત થયા હતા. જેમાં એક મહિલા અને એક સગીરા પણ સામેલ છે. બાંધકામ સાઈટ પર થતા મોત પાછળ મોટા ભાગે કામદારો ઊંચાઈ પર કામ કરતી વખતે નીચે પડી જતા હોવાનું કારણ પોલીસ ચોપડે નોંધાવાયું છે. જ્યારે ઔદ્યોગિક એકમોમાં મુખ્યત્વે વિવિધ મશીન પર કામ કરતી વેળાએ વીજ કરંટ લાગવાથી તથા દાઝી જતા કામદારોના મોત થયા હતા.
મૃત્યુ પામેલા 60 ટકા કામદારો 30 વર્ષ કરતા નાની ઉમંરના હતા. ગુજરાતમાં વિવિધ રાજ્યોમાંથી શ્રમિકો કામની શોધમાં આવે છે. બાંધકામ સાઈટ તથા ઉદ્યોગો ખાતે કામ કરતી વખતે તેઓ પરિવાર સાથે ત્યાં જ રહેતા હોય છે. તેવામાં આવા સ્થળ પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવે તેમની અને પરિવારની સલામતી જોખમાય છે. આ ઉપરાંત ઘરની રોજી રોટી રળનાર સભ્યનું મોત થતા અજાણ્યા રાજ્યમાં તેમના પરિવાર રઝળી પડે છે. બાંધકામ સાઈટ અને ઉદ્યોગોમાં શ્રમિકોની સલામતી માટે યોગ્ય આયોજન કરાતા નથી. તેમજ બાંધકામ કરવાની તકનીકો અને ઉદ્યોગોમાં મશીનો ચલાવવા માટે જરૂરી સાધનો તથા માર્ગદર્શન ન અપાતા શ્રમિકો સાથે દુર્ઘટના સર્જાય છે. કેટલાક બનાવમાં તેઓ મૃત્યુ પામે છે, તો કેટલાકમાં જીવનભર માટે દિવ્યાંગ બની જાય છે.

બાંધકામ સાઈટ પર દરરોજ 38 શ્રમિકો મૃત્યુ પામે છે :

અસંગઠિત ક્ષેત્ર, તેમાં ખાસ કરીને બાંધકામ સાથે સંકળાયેલા કામદારો માટે અમુક કાયદા તો બનાવાયા છે. પરંતુ શ્રમિકોને કાયદાકીય માહિતી ન હોવાથી આવા કાયદા માત્ર કાગળ પર રહી જાય છે. મોટા ભાગે તેમને વળતર મળતું નથી અને જવાબદાર સામે કાર્યવાહી પણ કરાતી નથી. સર્વે મુજબ ભારતમાં દરરોજ 38 શ્રમિકો બાંધકામ સાઈટ પર જ્યારે ઉદ્યોગો-કારખાનામાં ત્રણ શ્રમિકો મૃત્યુ પામે છે. હજી આવા કેટલાક બનાવ તો વિવિધ કારણોસાર નોંધાતા નથી. મોટી સંખ્યામાં આવી દુર્ઘટનાઓ સર્જાતી હોવા છતાં લાખો અસંઠિત કામદારોની સલામતી માટે યોગ્ય પગલાં લેવાતા નથી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here