Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadસાબરમતી નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ, સપાટીથી ત્રણ ફૂટ ઊંચા વહેણ

સાબરમતી નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ, સપાટીથી ત્રણ ફૂટ ઊંચા વહેણ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

છેલ્લા ત્રણ ચાર દિવસથી પડેલા વરસાદની હેલીથી પાટનગર ગાંધીનગર પાણીથી તરબતર થયું છે. ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઈ માસના અંતે જ પાણી આવ્યું છે. અષાઢ માસમાં જ મેઘમહેર થતાં સૂકીભઠ્ઠ સાબરમતીમાં વહેણ જોવા મળ્યા છે. ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઈ છે. એટલું જ નહીં, સતત વરસાદના પગલે નદીમાં અઢીથી ત્રણ ફૂટ પાણી આવ્યું છે. સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો નદીમાં પાણીની સપાટી વધુ ઊંચી આવશે. આગાહી અને અનુમાન પ્રમાણે આ વખતે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ચોમાસાની શરુઆતથી જ મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મૂકીને વરસતાં નદીઓ ફરી સજીવન થઈ ગઈ છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વર્ષાની હેલી ચાલી રહી છે. ઉપરાંત માણસા સહિત ઉપરવાસમાં પણ મેઘમહેર થઈ છે જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર તો આવ્યા જ છે સાથે સાથે સેક્ટર 30 પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેતી પણ જોવા મળી રહી છે.

તોતિંગ વધારા સાથે કોલેજોનું 3 વર્ષનું નવું ફી માળખુ જાહેર, જાણો કેટલો થયો વધારો સમગ્ર ગુજરાતની સાથે સાબરમતી નદીના ઉપરવાસમાં સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડવાથી ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઈ માસના અંતે બે કાંઠે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલતી વર્ષાની હેલીએ શહેરને તરબતર કરવાની સાથે સૂકી સાબરમતીને પણ પાણીથી ભીંજવી દીધી છે. વરસાદને કારણે સાબરમતીમાં પાણી આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. પાણીના વધામણા કરવા નદી કિનારે લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા હતા. પાણી જોવા માટે પુલ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જો કે, હજી સુધી ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી તેવા અહેવાલો સ્થાનિક તંત્ર પાસેથી મળી રહ્યા છે. આગાહી અને અગાઉના વર્ષોના અનુભવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાબરમતી નદી કિનારાના ગામોને ઍલર્ટ કરી દીધા છે. અહીં તલાટી અને સરપંચને જરૂરી બોર્ડ લગાવીને નદીમાં નહીં જવા માટેની સૂચના આપવા પણ જણાવવામાં આવ્યું છે તેમ છતાં નદીમાં લોકો જીવના જોખમે જઈ રહ્યા છે અને તંત્ર કોઈ પગલા ભરતું નથી. જે આગામી દિવસોમાં મોટી દુર્ઘટના નોંતરશે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here