Monday, September 14, 2026
HomeGujaratભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી...

ભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અપ્રિય ઘટનાઓ ટાળવા માટેની ફરજમાં કર્મચારીઓની સતર્કતા અને યોગદાનની પ્રશંસા કરતા, ભાવનગર ડીવીઝનના 12 કર્મચારીઓને “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર (DRM Safety Award)” થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ પુરસ્કાર પાત્ર કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ-ભાવનગર પરા ખાતે 28 જાન્યુઆરી, 2025 (મંગળવાર)ના રોજ વરિષ્ડ મંડલ પરીચાલન પ્રબંધક – શ્રી સી. આર. ગરૂડ઼ા, સહાયક પરિચાલન પ્રબંધક – શ્રી દીપક મતાઈ અને શ્રી રાજેશ ભટ્ટ સ્ટેશન અધીક્ષક/સંરક્ષાની હાજરીમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા આપવામાં આવેલ.એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ શ્રી રાહુલ શર્મા (ઉપ સ્ટેશન અધીક્ષક-લીમ્બડી), શ્રી મુકેશ કુમાર (ઉપ સ્ટેશન અધીક્ષક-લાઠીદડ), શ્રી સત્યજીત પાંડે (કાંટેવાલા-અલમપર), શ્રી રોહિત કુમાર મીણા (પોઇન્ટ્સમેન-બોટાદ), શ્રી રવિકાંત તુન્વાલ (કાંટેવાલા-જાળિયા), શ્રી બિરેન્દ્ર કુમાર મિશ્ર (કાંટેવાલા-લીમ્બડી), શ્રી મોહનલાલ મીણા (કાંટેવાલા-રાજુલા સિટી), શ્રી. અનુરાગ સિંહ (કાંટેવાલા-રાજુલા સિટી), શ્રી મુકેશ ગોરધન (કાંટેવાલા-નિંગાલા), શ્રી જયદીપ પંડયા (કાંટેવાલા-ભાવનગર પરા), શ્રી રવિકાન્ત તનવલ (પોઈન્ટ્સમેન-જાલિયા) અને શ્રી અક્ષય કુમાર (પોઈન્ટ્સમેન-જાલિયા).સતર્કતા અને સજગતા સાથે કામ કરીને, ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં સતત સ્પાર્કિંગ અને હૈંગિંગ પાર્ટને ધ્યાનમાં લેવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર” થી સન્માનિત તમામ કર્મચારીઓએ રેલ્વે સંરક્ષામાં કોઈ ખામી જણાતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી રેલવેને બચાવ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા અને પ્રશંસા કરી હતી તેમજ ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here