Monday, October 5, 2026
HomeIndiaઆંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત, PM મોદીએ પણ...

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત, PM મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...
તિરુપતિ મંદિર

આંધ્રપ્રદેશના સુવિખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર ટિકિટ કેન્દ્રો પાસે ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ગઇકાલ સવારથી જ હજારો શ્રદ્ધાળુ વૈકુંઠ દ્વારા દર્શન માટે જુદાં-જુદાં ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઊભા હતા. આ ઘટના તે સમયે બની જ્યારે શ્રદ્ધાળુઓને વૈરાગી પટ્ટીડા પાર્કમાં લાઇન લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકુંઠ દ્વારા દર્શન દસ દિવસ માટે ખોલવામાં આવ્યા છે. તેના લીધે ટોકન માટે લોકો હજારોની સંખ્યામાં લાઇન લગાવે છે.આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગને કારણે 6 લોકોના મોત થયા છે. નાસભાગને કારણે 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6ની હાલત ગંભીર જણાવાઈ રહી છે જેના લીધે મૃતકાંક વધી શકે છે. અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બનેલી નાસભાગની ઘટનાથી દુખી છું. મારી સહાનુભૂતિએ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.મંદિરમાં ધક્કામુક્કીના લીધે અફડાતફડી મચી ગઈ, તેમા 6ના મોત થયા અને અનેક ઘાયલ થયા છે. તેમા મલ્લિકા નામની મહિલા પણ સામેલ છે. પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસે મોરચો સંભાળ્યો અને પરિસ્થિતિ અંકુશમાં લાવી હોવાનું જણાવાયું છે. દર્શન માટેના ટોકનની લાઇનમાં લગભગ ચાર હજાર લોકો હતા. મંદિર સમિતિના ચેરમેન બીઆર નાયડુએ તાત્કાલિક બેઠક યોજી હતી. સીએમ ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટનાને લઈને શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના સંબંધીઓને દિલસોજી પાઠવી છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા આદેશ આપ્યા છે.

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી દ્વારા મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here