Sunday, October 4, 2026
Homenationalકેજરીવાલની મીટિંગમાં AAPના 9 ધારાસભ્ય ગેરહાજર : સંપર્ક પણ ન થઈ શક્યો,...

કેજરીવાલની મીટિંગમાં AAPના 9 ધારાસભ્ય ગેરહાજર : સંપર્ક પણ ન થઈ શક્યો, સૌરભ ભારદ્વાજે કહ્યું-સરકાર પાડવાની કોશિશ, પણ કોઈ જોખમ નથી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી : દિલ્હીમાં ‘ઓપરેશન લોટસ’ પર સવાલ કર્યા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોએ બેઠક બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં 9 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. દિલ્હી વિધાનસભામાં AAP પાસે 62 અને ભાજપ પાસે 8 બેઠક છે.બેઠક પછી AAPના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે દિલ્હી સરકારને કોઈ જોખમ નથી. સરકાર સ્થિર છે અને જે ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે, તેઓ પોત-પોતાના કામથી બહાર ગયા છે. ભાજપે અમારા 12 ધારાસભ્યોને છોડવાની ઓફર કરી છે.સૌરભે વધુમાં જણાવ્યું હતું કે મીટિંગમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા અને વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલ પણ ગેરહાજર હતા. આ તરફ ઓપરેશન લોટસ ફેઈલ થવાના કારણે અરવિંદ કેજરીવાલ રાજઘાટ જશે અને ત્યાં મૌન વ્રત કરશે.AAPના ધારાસભ્ય દિલીપ પાંડેએ મીડિયાને જણાવ્યું હતું કે ગઈકાલ સાંજથી અમુક ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. અમે સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં જ મીટિંગમાં પહોંચશે. ભાજપ અમારા 40 તોડવાનો પ્રયાસ કરી રહી છે.બુધવારે આમ આદમી પાર્ટી (AAP)એ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. AAP નેતા સંજય સિંહે ઓપરેશન લોટસ અંગે ખુલાસો કર્યો. તેમણે કહ્યું હતું કે અમારા ધારાસભ્યોને ભાજપે ઓફર કરી છે. ઓફર એ હતી કે AAP છોડવા પર 20 કરોડ રૂપિયા મળશે અને બીજાને સાથે લાવશો તો 25 કરોડ.સંજય સિંહે કહ્યું હતું કે અમારા ધારાસભ્યો સંજીવ ઝા, સોમનાથ ભારતી, કુલદીપ કુમાર અને અન્ય એક ધારાસભ્યને ભાજપ છોડવાના બદલામાં 20 કરોડ આપવાની ઓફર કરી હતી. સંજય સિંહ સાથે સોમનાથ ભારતી પણ હતા. ભાજપના લોકોએ મને કહ્યું હતું કે AAPના 20 ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.19 ઓગસ્ટના રોજ મનીષ સિસોદિયાના ઘરે CBIએ દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ 14 કલાક ચાલ્યા હતા. જેના પછી CBIએ આ મામલામાં PMLA કાયદા અંતર્ગત કેસ નોંધ્યો હતો. સિસોદિયાએ દરોડા પછી કહ્યું હતું કે ભાજપે તેને AAP છોડવાની અને CM બનાવવાની ઓફર કરી હતી.આ તરફ ભાજપે જવાબમાં કહ્યું હતું કે ભ્રષ્ટચારના આરોપથી બચવા માટે આમ આદમી પાર્ટી ખોટી વાતો ફેલાવી રહી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ બુધવારે કહ્યું હતું કે મનીષ સિસોદિયાએ જવાબ આપવો પડશે.દિલ્હી વિધાનસભામાં 70 બેઠકો છે. જેમાંથી AAP પાસે 62 અને ભાજપ પાસે 8 બેઠક છે. સરકાર બનાવવા માટે 36 ધારાસભ્યોની જરૂરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here