Friday, June 5, 2026
HomeGujaratAhmedabadAMC એ આદેશ આપ્યો, જીમ ખુલશે તો કાર્યવાહી થશે

AMC એ આદેશ આપ્યો, જીમ ખુલશે તો કાર્યવાહી થશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, અમે જીમ ખોલવા માટેનો કોઈ જ આદેશ આપ્યો નથી

અમદાવાદ :કોરોનાના કેસ સતત વધતા સ્પોર્ટસ સંકુલ, જિમ અને ગાર્ડન બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 17મી માર્ચના રોજ અમદાવાદ શહેરના ક્લબ અને તમામ જીમ બંધ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા હુકમ કર્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવતા તમામ જીમ ફરી ખુલી ગયા છે. પરંતુ ઘડાઘડ જિમના દરવાજા શરૂ થઈ રહ્યાં છે. બે દિવસથી અમદાવાદમાં જીમ ખોલવા મામલે ભારે અસમંજસ જોવા મળી હતી. પોલીસ કમિશનરને આદેશને આધાર બનાવી સંચાલકોએ જીમ ખોલ્યા છે. પરંતુ આ વચ્ચે એએમસીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. AMCના સોલિસ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કહ્યું જીમ ખુલશે તો કાર્યવાહી થશે.  અમદાવાદ શહેરમાં કોરોના ગાઈડલાઈન મુજબ, શહેરમાં ફરી તમામ જીમનેશયમ શરૂ થયા છે. જીમનેશયમ ઓપન થવા અંગે સંચાલકોમાં ભારે અસમંજસ જોવા મળી છે. જીમનેશયમ બંધ કરવાનો આખરી આદેશ amc એ આપ્યો હતો. જોકે, બે દિવસથી શહેરમાં અનેક જીમ ખૂલી રહ્યાં છે. ત્યારે એક જીમ સંચાલક જય આચાર્યએ જણાવ્યું હતું કે, Amc તરફથી અમને કોઈ સ્પષ્ટતા મળી નથી. અમે શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જ અમલ કરી રહ્યા છે. તમામ sop અને નિયમોના પાલન સાથે જ જીમ ચાલી રહ્યા છે. જીમ બંધ કરવાના આદેશ કરનારા amc ની જિમ ખોલવા અંગે કોઈ સ્પષ્ટતા નથી. Amc ના અધિકારીઓ હાલ આ મુદ્દે કંઈપણ કહેવા પણ તૈયાર નથી.તો અમદાવાદ શહેરમાં ખૂલી રહેલા જીમ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, અમે જીમ ખોલવા માટેનો કોઈ જ આદેશ આપ્યો નથી. વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, અમદાવાદમાં જીમ બંધ રાખવાનો આદેશ યથાવત જ છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ જીમનેશયમ ખોલી નહિ શકાય. આવી સ્થિતિમાં જીમ ખુલ્લા નજરે પડશે તો મોટી કાર્યવાહી થશે. 

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here