Wednesday, July 22, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ પાલિકાની પોલ ખોલી, વરસાદની શરૂઆત થતા રોડ તૂટવા લાગ્યા

અમદાવાદ પાલિકાની પોલ ખોલી, વરસાદની શરૂઆત થતા રોડ તૂટવા લાગ્યા

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

અમદાવાદમાં રાત્રે પડેલા અડધા ઈંચ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય બની છે. 

અમદાવાદ :પહેલા વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થતા જ રોડ તૂટવા લાગ્યા છે. અમદાવાદમાં રાત્રે પડેલા અડધા ઈંચ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય બની છે. રાત્રે 8 થી 9 દરમ્યાન અમદાવાદ શહેર સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના બાદ વાસણા બેરેજનો 1 ગેટ 1 ફૂટ ખોલાયો હતો. અમદાવાદના સરખેજ, બોપલ, જોધપુર, ટાગોર કન્ટ્રોલ, દુધેશ્વર, મેમકો સહિતના વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર સામાન્ય વરસાદમાં પણ કેટલાક વિસ્તારોની હાલત દયનીય બની છે. શાયોના સિટીથી ચાંદલોડિયા તરફ જતા વચ્ચે આવતા ગરનાળામાં ગુરુવારે સવારે પણ પાણી ભરાયેલુ જોવા મળ્યું. હજુ સુધી પાણી કાઢવા માટે તંત્ર તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. આ કારણે આજે સવારે અનેક વાહનચાલકો ગરનાળામાં ભરાયેલા પાણીમાંથી વાહન કાઢવા મજબૂર બન્યા હતા. અનેક વાહનચાલકો ગરનાળામાં ભરાયેલું પાણી જોઈને વાહન લઈ પરત ફર્યા, તો અનેક વાહનચાલકોએ કિસ્મત અજમાવી હતી. આ કારણે કેટલાક વાહનચાલકો ભરાયેલા પાણીમાં વાહન લઈ પડ્યા હતા. ગરનાળામાં પાણી ભરાયેલું હોઈ અનેક વાહનચાલકો ગરનાળાની ઉપરની તરફ આવેલા રેલવે ટ્રેક પરથી પોતાના વાહનો પસાર કરાવી રહ્યા છે. જીવના જોખમે વાહનો રેલવે ટ્રેક પરથી લોકો જોખમી રીતે પોતાના વાહનો કુદાવી રહ્યા છે. અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદમાં કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. માણેકબાગથી આંબાવાડી તરફ જતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયા હતા. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા બંને તરફનો માર્ગ બ્લોક થયો હતો. આ કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે. બે તરફના માર્ગમાંથી હાલ માત્ર એક જ વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ સર્જાઈ છે. 

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here