Saturday, September 5, 2026
HomeBusinessકોરોનાની ત્રીજી લહેર: શેરબજારની તેજીની સોનાની માગ પર અસર થશે, તહેવારો તથા...

કોરોનાની ત્રીજી લહેર: શેરબજારની તેજીની સોનાની માગ પર અસર થશે, તહેવારો તથા લગ્નસરાની માગ નબળી રહેવાની ગણતરીએ ટ્રેડરો આયાત માટે નિરૂત્સાહી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુંબઈ : વર્તમાન વર્ષના માર્ચ તથા એપ્રિલમાં ગોલ્ડ આયાતનો આંક ઊંચો રહ્યા બાદ મેમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આવનારા મહિનાઓમાં પણ  આયાત નીચી રહેવા ધારણાં રાખવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને કારણે ટ્રેડરો ગોલ્ડની આયાત કરવા ખાસ ઉત્સુક નહીં હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.દેશમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવવાની શકયતા જોવાઈ રહી છે અને આ બે મહિના ભારતમાં તહેવારોના મહિના  રહે છે. દેશમાં તહેવારો તથા લગ્નસરાની મોસમ માટે ટ્રેડરો સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટમાં ગોલ્ડની આયાત કરીને સ્ટોકસ કરી લેતા હોય છે.કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરને કારણે પણ ગ્રાહકોની ખરીદશક્તિમાં આ વર્ષે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી તહેવારો તથા લગ્નસરાની મોસમ માટે સોનાની માગ નીકળવાની અપેક્ષા રખાતી નથી એમ સુત્રોએ જણાવ્યું હતું.વર્તમાન વર્ષના માર્ચમાં ૮.૪૦ અબજ ડોલર તથા એપ્રિલમાં ૬.૩૦ અબજ ડોલર રહ્યા બાદ ગોલ્ડ આયાત આંક મેમાં  ઘટી માત્ર ૦.૬૦ અબજ ડોલર રહ્યો હતો.કોરોનાની મહામારીને કારણે સતત બીજા વર્ષે પણ આર્થિક મંદી, રોજગાર તથા પગારમાં કાપ જેવા કારણોસર ગોલ્ડની માગ પર અસર પડી રહી છે. શહેરી મધ્યમ વર્ગ તરફથી ગોલ્ડની માગમાં જોરદાર ઘટાડો થયો હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં ગોલ્ડની આયાત ૨૨.૫૮ ટકા વધી ૩૪.૬૦ અબજ ડોલર રહી હતી.  ગોલ્ડની માગમાં ઘટાડો થવાનું અન્ય અક કારણ શેરબજારની તેજી પણ રહેલું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં દસ ગ્રામના રૂપિયા ૫૭૦૦૦ સુધી ગયા બાદ ગોલ્ડના ભાવ હાલમાં ટોચની સપાટીએથી ૧૫ ટકાથી વધુ તૂટી ગયા છે, જ્યારે શેરબજારમાં નોધપાત્ર ઉછાળો જોવાયો છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here