Friday, June 5, 2026
HomeGujaratગુજરાતમાં 5 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં મેઘરાજાની થશે...

ગુજરાતમાં 5 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં મેઘરાજાની થશે વિશેષ મહેર ?

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમદાવાદઃ ગુજરાતમાં રવિવારથી  ચોમાસુ ફરી જામશે અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.ગુજરાતમાં હજુ સુધી પાંચ ઈંચ વરસાદ પણ નથી પડ્યો. ચોમાસું બેઠું તેના એક મહિના કરતાં વધારે ગાળામાં રાજ્યમાં કુલ 4.90  ઈંચ વરસાદ પડ્યો છે. મતલબ કે અત્યાર સુધીમાં  મોસમનો સરેરાશ 14.84 ટકા વરસાદ નોંધાયો છે. તેના કારણે રાજ્યમાં બફારો વધી રહ્યો છે ત્યારે પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો લોકોને ગરમીમાં રાહત મળશે.હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે એવી આગાહી કરી છે.  હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડશે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓએ પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે એ જોતાં અમદાવાદીઓને પણ આગામી પાંચ દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન છૂટક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો નથી.રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ ખાબક્યો હતો. તો ડાંગમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુર, નર્મદાના નાંદોદમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો. તો સુરત શહેર અને દાહોદમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આ સાથે જ વલસાડના ઉમરગામ, નર્મદાના તિલકવાડા, જૂનાગઢના માળિયા અને સુરતના માંગરોળમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માણાવદર અને નવસારીના ખેરગામમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરના પાવી જેતપુર અને સુરતના ઓલપાડ, નવસારીના જલાલપોરમાં પણ દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો  હતો. ભરૂચના હાંસોટ અને છોટા ઉદેપુરમાં દોઢ ઈંચ ખાબક્યો હતો. આ સાથે જ બનાસકાઠાના અમીરગઢ, વડોદરાના સિનોર, ભરૂચ અને નવસારી શહેરમાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here