Wednesday, August 5, 2026
HomeGujaratદક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો

દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, લખપતમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને રાજ્યના મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના બાકી જિલ્લાઓ, દીવ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં આજે વરસાદી માહોલ રહેશે. સામાન્યથી મધ્યમ વરસાદની આગામી 3 કલાક માટે આગાહી કરી છે. તો છેલ્લા 24 કલાકમાં કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.આજે શનિવારે સવારે સાડાઆઠ વાગ્યાથી આવતીકાલે રવિવારે સવારે સાડાઆઠ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના તમામ જિલ્લા દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલી તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો સામેલ છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ અને તાપી અને સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છેગાજવીજ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 276 મિમી એટલે કે 11 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના લખપતમાં નોંધાયો છે. 50 મિમી સુધી 12 તાલુકા, 51થી 125 મિમી 69 તાલુકા, 126થી 250 મિમી 88 તાલુકા, 251થી 500 મિમી 55 તાલુકા, 501થી 1000 મિમી 27 તાલુકામાં આખી સીઝનમાં નોંધાઈ ચૂ્કયો છે. સીઝન કુલ 235.44 મિમી રાજ્યમાં નોંધાયો છે, જે કુલના 27.69 ટકા થાય છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here