Saturday, November 7, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં વરસાદને લઈને IPLના ચાહકો માટે ખરાબ સમાચાર

અમદાવાદમાં વરસાદને લઈને IPLના ચાહકો માટે ખરાબ સમાચાર

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

અમદાવાદઃ ગઈ કાલે અમદાવાદમાં વરસાદે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી ફાઈનલની મેચ ધોઈ નાંખી હતી. ભારે વરસાદને કારણે મેચ રિઝર્વ ડે પર આજે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગઈકાલે હજારો ક્રિકેટ રસીકોને વરસાદને કારણે મેચ રદ થતાં નિરાશ થવું પડ્યું હતું. ત્યારે આજે રમાનારી ફાઈનલ મેચમાં વરસાદ વિઘ્ન બનશે કે નહીં તે અંગે ક્રિકેટ રસિકોમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આજે પણ આઈપીએલની મેચમાં વરસાદ વિધ્ન બનશે. અમદાવાદમાં આજે પણ વધુ વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર 15 જૂન આસપાસ બેસે તેવી શક્યતા છે. તેમજ 4 જૂન સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 7થી 10 જૂન સુધી એક સાઇકલોનની શક્યતા છે. જેમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે અને અનેક ભાગોને નુકશાન થવાની ભીતી છે. રોહિણી નક્ષત્રને લઈ હજુ પણ જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આજે પણ વધુ વરસાદની શક્યતા છે. તેથી IPL મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે મહેસાણાના બહુચરાજીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો સાથે  અમદાવાદ શહેરમાં પણ 2.1 ઈંચ વરસાદ વરસ્યો છે.અમદાવાદમાં ગઈકાલે સરેરાશ 2 ઈંચ વરસાદ, બનાસકાંઠાના વડગામ અને પાટણના ચાણસ્મામાં પણ 2 ઈંચ આવ્યો છે. તેમજ મહેસાણાના જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તથા કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો છે. નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં જોધપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.અમદાવાદના ચાંદખેડામાં 3 ઈંચ વરસાદ સાથે ગોતા અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તથા મણિનગર, ચાંદલોડિયા અને વટવામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યું હતું. રાજ્યમાં ચોમાસાની જાણે શરૂઆત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. એવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે, હવે આ ઉનાળાનો છેલ્લો તબક્કો છે અને ત્યારબાદ વરસાદના પગલે કાળઝાર ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે. જોકે હવામાન વિભાગની આગાહી છે કે આજથી આગામી 2 દિવસમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે.

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here