Saturday, August 8, 2026
HomePoliticsઓપન સ્કૂલવાળા વિદ્યાર્થીઓ પણ હવે NEETની પરીક્ષા આપી શકશે, 'સુપ્રીમ' ચુકાદો, 27...

ઓપન સ્કૂલવાળા વિદ્યાર્થીઓ પણ હવે NEETની પરીક્ષા આપી શકશે, ‘સુપ્રીમ’ ચુકાદો, 27 વર્ષ જૂની રોક હટાવી!

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

 ઓપન સ્કૂલમાં 12મા સુધીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સુપ્રીમકોર્ટે મોટી રાહત આપતાં ડૉક્ટર બનવાનો માર્ગ મોકળો કરી દીધો છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ઓપન સ્કૂલને હવે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રેન્સ ટેસ્ટ (NEET) માટે નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)ની માન્યતા મળશે. હવે આવી માન્યતા પ્રાપ્ત ઓપન સ્કૂલના 12મા ધોરણ પાસ વિદ્યાર્થીઓ પણ નીટની પરીક્ષામાં બેસવાને યોગ્ય થઇ જશે. ખરેખર તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (MCI) એ ઓપન સ્કૂલ સ્ટુડન્ટ્સને નીટની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી પણ આ મામલે સુપ્રીમકોર્ટે વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો સંભળાવતા તેમને મેડિકલ એન્ટ્રેન્સ એક્ઝામ એટલે કે NEETમાં બેસવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમકોર્ટનો આ ચુકાદો એ તમામ લાખો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર છે જે આર્થિક તંગી કે અન્ય કોઈ મુશ્કેલીને કારણે રેગ્યુલર અભ્યાસ નથી કરી શકતા અને તેમનું ડૉક્ટર બનવાનું સપનું, સપનું જ બનીને રહી જાય છે. હવે આવા વિદ્યાર્થીઓ પણ નીટની પરીક્ષા આપી મેડિકલનો અભ્યાસ કરી શકશે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ 1997ના રેગ્યુલેશન ઓન ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનના ભાગ 4(2)ની જોગવાઈઓ અનુસાર એવા ઉમેદવારોને નીટમાં બેસતા અટકાવી દીધા હતા. બાદમાં 2018માં દિલ્હી હાઈકોર્ટે આ જોગવાઈને ગેરબંધારણીય ગણાવતાં તેને રદ કરી હતી. એમસીઆઈની આ જોગવાઈને ફગાવી દેતા, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ચંદ્ર શેખરની ખંડપીઠે કહ્યું હતું કે મેડિકલે એવો વિચાર આગળ ધપાવ્યો છે કે જે વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણ અને મુશ્કેલીઓ અને સામાજિક કારણોસર નિયમિત શાળાએ જતા નથી તેઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં હલકી ગુણવત્તાવાળા અને ઓછા સક્ષમ છે. કોર્ટે આ પ્રકારની ધારણાને નકારી કાઢવાનો નિર્ણય લીધો હતો કારણ કે તે બંધારણીય જોગવાઈઓ અને લોકોની ધારણા વિરુદ્ધ છે. એમ પણ કહ્યું કે આ બંધારણની કલમ 14 અને પ્રોફેશનલ ડિગ્રી મેળવવાની તકના અધિકારનું ઉલ્લંઘન છે. બાદમાં MCIએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જેમાં હવે નિર્ણય આવ્યો છે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here