Sunday, July 26, 2026
HomeGujaratહાર્દિક પટેલે 50 હજારના ખર્ચે મસાજ કરાવ્યો, પબમાં ડાન્સ કર્યોઃ દિનેશ બાંભણિયા

હાર્દિક પટેલે 50 હજારના ખર્ચે મસાજ કરાવ્યો, પબમાં ડાન્સ કર્યોઃ દિનેશ બાંભણિયા

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પાસ કન્વીનર અને સાથી એવા હાર્દિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક પત્રકાર પરિષદ યોજી દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, પાટીદારોને અનામત અપાવવા મુદ્દે શરૂ થયેલું આંદોલન આજે ફંટાઇ ગયું છે,હાર્દિક રાજકીય લાભ લઇ રહ્યો છે, હવે અનામતની વાત કરતો નથી અને જેલમાં બંધ અલ્પેશ કથિરિયાને છોડાવવા કોઇ જ પ્રયાસ કર્યા નથી.માત્ર એટલું જ નહીં તેણે બેંગાલુરૂ જઇને લાખો રૂપિયાના ખર્ચે જલસા કર્યા છે. હાર્દિકે ઉપવાસ આંદોલન દરમિયાન જ બેંગાલુરૂ જવા માટે બૂકિંગ કર્યું હતું. આ બૂકિંગથી સ્પષ્ટ થાય છે કે ઉપવાસ આંદોલન રાજકીય હતું.હાર્દિકે બેંગાલુરુમાં 50 હજાર રૂપિયાના ખર્ચે મસાજ કરાવ્યો હતો અને જિંદાલ હોસ્પિટલમાં 3.60 લાખ રૂપિયા ખર્ચ પેટે આપ્યા હતા. કીડનીની સારવારના નામે દિલ્હી ગયેલા હાર્દિકે પબમાં ડાન્સ કર્યો હતો.

સમાજ સાથે દગો કર્યો, ઉપવાસ માત્ર નાટક હતું

દિનેશ બાંભણિયાએ આગળ જણાવ્યું કે, આંદોલનની શરૂઆતમાં અમે પાંચ મિત્રોએ સાથે મળી લડત શરૂ કરી હતી, હાર્દિકને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ, તેણે સમાજ સાથે દગો કર્યો છે, તે ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ સિવાય અન્ય પાર્ટીને ફાયદો કરાવવા માટે આંદોલન ચલાવી રહ્યો છે. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલ માત્ર નાટક હતું, હાર્દિક પાછળ નીતિશ કુમારની JDU સરકાર બેફામ પૈસા વાપરી રહી છે.

પ્રશાંત કિશોર સાથે મીટિંગ યોજી સેટિંગ કર્યું

બાંભણિયાએ વધુમાં જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2018ના રોજ બેંગાલુરુ ખાતે 7.25 થી 9.15 વચ્ચે JDUના પ્રશાંત કિશોર સાથે મીટિંગ ચાલે છે. હોટેલ ઈરોસ-નહેરુ પેલેસમાં મીટિંગ થઇ હતી, જેમાં ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ થયું હતું. દિલ્હીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત થઇ કે અનામત અંગે વાત કરવી નહીં.

બાંભણિયાએ મીડિયા સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કર્યા

આ ઉપરાંત દિનેશ બાંભણિયાએ આરોપોની સાથે કેટલાક ડોક્યુમેન્ટ તથા પોતે કરેલું સોગંદનામું પણ પત્રકારો સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ માટે તારીખ 15-11-2018થી સુરત ખાતેથી મૌન યાત્રા કાઢવામાં આવશે, જ્યાં સુધી અલ્પેશની મુક્તિ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે.

માલવણમાં ભાજપ સાથેનું કનેક્શન સામે આવ્યું

દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે સમિતીની રચના કરવામાં આવી અને હાર્દિક પટેલને મુખ્ય કન્વીનર બનાવ્યો હતો, ત્યારબાદ આંદોલનમાં 14 યુવાનો શહિદ થયા હજારો યુવાનો પર રાજદ્રોહ સહિતનો આરોપ લાગ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આંદોલન નબળું પડી ગયું હતું. અચાનક હાર્દિકે માલવણ ખાતે મહાપંચાયત બોલાવી જેમાં ભાજપના નેતાઓ ખાસ કરીને જીતુ વાઘાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે ભાજપ સાથેનું તેનું કનેક્શન સામે આવ્યું હતું. આ સમગ્ર વાત અંગે હાર્દિકે કમિટીને અંધારામાં રાખી હતી.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here