Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadરાજ્ય સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનોનું વિદેશ અભ્યાસનું સપનું થયું

રાજ્ય સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનોનું વિદેશ અભ્યાસનું સપનું થયું

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ ૨૦૧૯થી ૨૦૨૪ સુધીમાં અમદાવાદ જિલ્લામાંથી ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૯ કરોડની લોન અપાઈ

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતાં અર્ચિતાબેન હાલ કેનેડામાં અને બોપલમાં રહેતા સાર્થકભાઈ ફ્રાન્સની યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી સફળતાની કેડી કંડારી રહ્યા છે

વિશેષ અહેવાલ
આલેખન – કુલદીપસિંહ સોલંકી

જીવનમાં દરેક માણસનું કંઇ ને કંઇ ધ્‍યેય હોય છે, નાનપણથી જ દિલ અને દિમાગમાં કોઇ સપનું સજાવેલુ હોય છે. આ સપના ત્‍યારે જ સાકાર થાય છે, જ્યારે પૂરતી મહેનત કરવામાં આવી હોય તે સાથે કોઇની હૂંફ, માર્ગદર્શન અને યોગ્ય સમયે મદદ મળે. આપણે વાત કરવી છે અનુસૂચિત જાતિના એવા તેજસ્વી તારલાઓની કે જેમણે રાજ્ય સરકારની આર્થિક સહાયથી વિદેશમાં ભણવાના અરમાનો પૂરા કર્યા છે.

અમદાવાદ જિલ્‍લાના ઘાટલોડિયા વિસ્તાર ખાતે રહેતા અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી પ્રવીણભાઈની દીકરી અર્ચિતાબેન બીઈ (કમ્પ્યૂટર એન્જિનિયરનો કોર્સ)નો અભ્યાસ અમદાવાદથી પૂર્ણ કર્યો હતો. અર્ચિતાને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી માતા-પિતાનું સપનું સાકાર કરવું હતું. ધ્‍યેયને સિદ્ધ કરવા માટે સાહસની પણ જરૂર પડતી હોય છે. ગ્રેજ્યુએશન બાદ માસ્ટર ડિગ્રી કરવા માટે તેને વિદેશમાં ભણવાની અદમ્ય ઇચ્છા હતી. અર્ચિતાના પિતાશ્રી પ્રવીણભાઈએ દીકરીને વિદેશ ભણાવવાની ખૂબ ઇચ્છા હતી. એટલે અર્ચિતાને કેનેડાની કોનેસ્ટોગા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરી અને તેમાં એડમિશન પણ મળી ગયું. આ સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં તપાસ કરી. ત્યાંથી તેમને જાણકારી મળી કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રાજય સરકારશ્રી દ્વારા સાવ નજીવા વ્‍યાજના દરે રૂ. ૧૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. અર્ચિતાએ પણ આ લોન માટે અરજી કરતાં તેઓને માત્ર ૪ ટકાના વ્‍યાજ દરની રૂ. ૧૫ લાખની લોન મળતાં હાલ તે કેનેડાની કોનેસ્ટોગા યુનિવર્સિટીમાં આઇ.ટી.ના બીજા વર્ષમાં એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રીનો અભ્‍યાસ કરી રહી છે.

અર્ચિતાના પિતા પ્રવીણભાઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મારી દીકરી કેનેડા વિદેશ અભ્યાસ માટે ગઇ છે. અને ડૉ. બાબાસાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ સમાજ કલ્યાણ કચેરીમાંથી અમને રૂ.૧૫ લાખની લોન મળી છે. જેથી મારી દીકરી વિદેશમાં અભ્યાસ કરવા જઈ શકી છે. અને સરકારે અમારા સપના અને અરમાનો પૂરા કર્યા છે એટલે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અર્ચિતા આજે કેનેડામાં અભ્યાસ કરી રહી છે તે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.

અમદાવાદ નજીક શેલા ખાતે રહેતા સાર્થકભાઈ ને પણ વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું હતું અને તેને પૂર્ણ કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હતા. કોલેજના ગ્રેજ્યુએશન પછી વિદેશ અભ્યાસ કરવા ઇચ્છતા સાર્થકે સમાજ કલ્યાણ ખાતામાં જાતે જ તપાસ કરી અને વિદેશમાં અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા લોન મળતી હોવાની જાણકારી મેળવી હતી. ત્યારબાદ જરૂરી અરજી પ્રક્રિયા અને ડોક્યુમેન્ટેશન બાદ તેને રૂ. ૧૫ લાખની લોનની સહાય મળતાં તે આજે નેન્ટેસ, ફ્રાન્સમાં સ્થિત ઓડેન્સિયા બિઝનેસ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે.

સાર્થકનાં માતા સ્વાતિબહેને જણાવ્યું કે, વિદેશમાં અભ્યાસ માટે મારા દીકરા સાર્થકે જાતે જ બધી તપાસ કરી હતી અને લોન માટેની પ્રક્રિયા પણ તેણે કરી હતી. અમને સમાજ કલ્યાણ ખાતામાંથી રૂ. ૧૫ લાખની લોનની સહાય મળી હતી. સરકાર તરફથી લોનની સગવડ મળી એ સારી વાત છે. આ લોનથી મારો દીકરો વિદેશ જઇ શક્યો છે અને દોઢ વર્ષથી ફ્રાન્સમાં આવેલી ઓડેન્સિયા બિઝનેસ યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો અને આ લોન થકી જ મારા દીકરાનું વિદેશમાં ભણવાનું સપનું પૂરું થયું છે.

ગુજરાતનો અનુસૂચિત જાતિનો યુવાન પણ વિદેશમાં ભણી- ગણીને પોતાના સપના સાકાર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ. ૧૫ લાખની લોન આપવામાં આવે છે. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્‍વવાળી રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને વંચિતોના વિકાસ માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. સમાજ કલ્યાણ ખાતાની લોન લઇને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ૧૦૨૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૫-૧૫ લાખ લેખે નાયબ નિયામક અનુસૂચિત જાતિની કચેરી દ્વારા રૂ. ૧૫.૩૯ કરોડની લોન આપવામાં આવી છે. રાજ્ય સરકારની આ આર્થિક મદદથી આ વિદ્યાર્થીઓએ વિદેશમાં જઇ ઉચ્ચ અભ્યાસ પૂરો કરી સફળતાની કેડી કંડારી છે. રાજયમાં આવા તો સંખ્‍યાબંધ વિદ્યાર્થીઓએ રાજય સરકારની મદદથી ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કર્યું છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

• રહેઠાણના પુરાવા (રેશનકાર્ડ,વીજળી, બિલ,લાઇસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ)
• અરજદારની જાતિ/ પેટા જાતિનો દાખલો.
• શાળા છોડ્યાનો દાખલો
• શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
• વિદ્યાર્થીનું સોગંધનામું (અસલમાં)
• પાસપોર્ટ
• વિઝા
• એર ટિકિટ
• લોન ભરપાઈ કરવા અંગે પાત્રતાનો દાખલો
• રૂ.૧૦૦ ના સ્ટેમ્પ પર જમીનદારનું જમીનખાતાનો નમૂનો પરિશિષ્ટ -ગ
• મિલકતના વેલ્યુએશન રિપોર્ટ
• મિલકતના આધાર (તાજેતરના 7-12 ના ઉતારા/ઇન્ડેક્સ રજૂ કરવી)
• બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ/રદ કરેલ ચેક (અરજદારનું નામું)
• આ યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી
• વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલા હોય તેના પુરાવા.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here