Friday, June 5, 2026
HomeGujaratSuratવિશ્વના વિશાળ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ શરૂ કરવા મંજુરી...

વિશ્વના વિશાળ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ શરૂ કરવા મંજુરી મળી

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

સુરતના ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સને પુનઃ ધમધમતું કરવાના પ્રયાસ અંતર્ગત ગત અષાઠી બીજના રોજ 250 ઓફિસ શરૂ કરવામાં આવી હતી. જયારે આજ રોજ ડાયમંડ બુર્સમાં કસ્ટમ ક્લીયરન્સ હાઉસ પણ શરૂ કરવાની મંજૂરી મળવાની સાથે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા બુર્સને કસ્ટોડીયનની પણ મંજૂરી આપવામાં આવી છે.

ખજોદ ખાતે અંદાજે ૩400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા બુર્સની નવી કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસની ગત અષાઢી બીજના રોજ 250 થી વધુ ઓફિસ શરૂ કરવાની સાથે નાના વેપારીઓને કેબીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમિયાનમાં આજ રોજ સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ ક્લીયરન્સ હાઉસ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે ડાયમંડ બુર્સ કમિટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની મંજૂરી મળી ગઇ છે અને બુર્સમાં અંદાજે 40 હજાર સ્કેવર ફૂટથી વધુ જગ્યામાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કસ્ટમ હાઉસ ધમધમતું થઇ જશે. ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ કાર્ગો માટે કસ્ટમ નોટિફાઇ ન હોવાથી સુરત ડાયમંડ બુર્સ દ્વારા મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્ટ્રોંગ રૂમ માટેની જગ્યા મેળવી સ્ટ્રોંગ રૂમ બનાવ્યો હતો. જેથી મુંબઇ કસ્ટમ પાસે ટ્રાન્સશીપમેન્ટની મંજૂરી માંગી હતી અને મુંબઇ કસ્ટમ કમિશ્નર દ્વારા ડાયમંડ બુર્સને કસ્ટોડીયન તરીકેની પણ મંજૂરી આપવામાં આવી છે. જેથી ડાયમંડ બુર્સ ખાતે જીજેઇપીસીની ઓફિસ અને સ્પેશીયલ નોટિફાઇડ ઝોન પણ શરૂ થતા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે અને હીરા ઉદ્યોગને વેગ મળશે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here