Friday, June 5, 2026
HomeIndiaઅગ્નિવીરો માટે સરકારની મોટી ભેટ ! સૈન્યમાં પગાર-ભથ્થાંમાં પણ ફેરફાર કરવામાં આવી...

અગ્નિવીરો માટે સરકારની મોટી ભેટ ! સૈન્યમાં પગાર-ભથ્થાંમાં પણ ફેરફાર કરવામાં આવી શકે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સૈન્યમાં જવાની તૈયારી કરી રહેલા અગ્નિવીરોને ટૂંક સમયમાં સરકાર મોટી ભેટ આપી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 4 વર્ષના સમયગાળા બાદ સૈન્યમાં અગ્નિવીરોને જાળવી રાખવાની મુદ્દત વધારવામાં આવી શકે છે. હાલના નિયમો પ્રમાણે 25% અગ્નીવીરો સેવામાં જળવાઈ રહે છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી કહેવામાં આવ્યું. આ સિવાય પણ અગ્નિપથ યોજનામાં અનેક ફેરફાર થઈ શકે છે. સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજનાનું એલાન કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે સરકાર અગ્નિપથ યોજનામાં કેટલાક ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. આ હેઠળ હવે વધારે અગ્નિવીરોને સૈન્યમાં રિટેન કરવામાં આવશે. આ ઉપરાંત તેમના પગાર-ભથ્થાંમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. જોકે, હજું રક્ષા મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી નથી કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યોજનાના લાભ અને વ્યવસ્થાને શ્રેષ્ઠ કરવા માટે ફેરફાર કરવામાં આવી શકે છે.
અહેવાલમાં રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું કે,અગ્નિવીરોને સેવામાં જાળવી રાખવાની મુદ્દત અંગે ચર્ચા ચાલું છે. ત્યારબાદ ચાર વર્ષની સેવા પૂરી કરી ચૂકેલા વધુ અગ્નિવીરો સૈન્યનો હિસ્સો બની રહેશે. હાલમાં આ આંકડો 25% છે. સૈન્ય એક્સપર્ટનું માનવું છે કે, 25% રિટેન કરવાની મુદ્દત પર્યાપ્ત નથી. એક સૂત્રએ જણાવ્યું કે ગ્રાઉન્ડ ફાઈટિંગ સ્ટ્રેન્થ જાળવવા માટે એક ચતુર્થાંશ આંકડાને રિટેન કરવાની સંખ્યા ખૂબ જ ઓછી છે. તેમણે કહ્યું કે, સેનાએ ભલામણ કરી છે કે ચાર વર્ષ પછી સેવામાં જાળવી રાખવાના અગ્નિવીરોની સંખ્યા વધારીને 50% કરવી જોઈએ. આ અંગે સેનાએ સરકારને પોતાની ભલામણો સોંપી દીધી હોવાના અહેવાલ છે. આ અંગે આંતરિક સર્વે પણ કરવામાં આવ્યો હતો. જોકે, ટોચના રક્ષા અધિકારીઓનું કહેવું છે કે આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ અગ્નિવીરને ત્રણેય સૈન્ય સેવાઓ (જળ, જમીન અને હવા)માં ચાર વર્ષ માટે નિયુક્ત કરવાના હતા. એક વર્ષમાં કુલ નિયુક્ત અગ્નિવીરોના 25%ને કાયમી કમિશન મળતું હતું.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here