Thursday, September 24, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં 1 કરોડનું ડ્રગ્સકારના ટાયરમાં છુપાવ્યું, પોલીસે ટ્યૂબ કાઢી હાથ ફેરવ્યો તો...

અમદાવાદમાં 1 કરોડનું ડ્રગ્સકારના ટાયરમાં છુપાવ્યું, પોલીસે ટ્યૂબ કાઢી હાથ ફેરવ્યો તો બે પેકેટમાંથી 1 કિલો ડ્રગ્સ મળ્યું, પોલીસ પણ ચકરાવે ચઢી ગઈ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

અમદાવાદ : રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. દર બીજા દિવસે રાજ્યમાંથી લાખો- કરોડોનું ડ્રગ્સ ઝડપાય છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું છે. ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આર્શિવાદ બન્યો છે, આ ઉપરાંત રોડ માર્ગે પણ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્શો ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ પેડલરોએ એવી તરકીબ અપનાવી હતી કે તમે જોઇને ચોંકી જોશો.અમદાવાદમાં ડ્રગ્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે, અમદાવાદ ડ્રગ્સ પેડલરોનું મોટું નેટવર્ક પથરાયેલું છે. દરરોજ લાખો-કરોડોનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 1 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ડ્રગ્સ પહોંચાડનાર અતિક નામનોઆરોપી ફરાર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હતો. ડ્રગ્સ માફિયાએ આ વખતે નવી જ તરકીબ અપનાવી હતી. આ તરકીબ જોઇને ભલભલા અચંબિત થઇ જાય. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઇકો ગાડીની તલાશી લેતાં ટાયર ખોલીને જોયું તો ઘટનાસ્થળે હાજર સ્ટાફ અચંબામાં મુકાઇ ગયો હતો.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here