Tuesday, September 29, 2026
HomeIndiaદિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી બનશે, કેજરીવાલ સાંજે રાજીનામું આપશે

દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી બનશે, કેજરીવાલ સાંજે રાજીનામું આપશે

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ સવાલનો જવાબ મળી ગયો છે. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી, ત્યારથી જ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, હવે આ અટકળોનો અંત આવ્યો છે. દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. પૂર્વ મુખ્યમંત્રીએ બે દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રીનું પદ છોડી દેશે અને કોઈ અન્ય આમ આદમી પાર્ટીના નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે.

જેલમાંથી બહાર આવતાં જ કરી મોટી જાહેરાત :
તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર કે પ્રામાણિક, એ પ્રજાને નક્કી કરવા દઈશું. હવે દિલ્હીના સીએમની શક્ય એટલી ઝડપથી પસંદગી કરી લો. જ્યાં સુધી લોકો ફેંસલો ના કરે કે, કેજરીવાલ પ્રામાણિક છે કે નહીં, ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું. કેજરીવાલ પ્રામાણિક લાગતો હોય તો ‘આપ’ને ભરપૂર વૉટ આપજો.’ અરવિંદ કેજરીવાલે ગત 15 સપ્ટેમ્બરના દિવસે 48 કલાક બાદ મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ દિલ્હીના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી કે, હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પૉલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ શકે હતી. બેઠક પહેલાં AAP ના સિનિયર નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતાં. કેજરીવાલના આવાસ પર યોજાયેલી PAC ની આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય શર્મા, દુર્ગેશ પાઠક, આતિશી, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાઘવ ચઢ્ઢા, રાખી બિડલાન, પંકજ ગુપ્તા અને એનડી ગુપ્તા હાજર રહ્યાં હતાં.અરવિંદ કેજરીવાલે કુલ 156 દિવસે જેલમાં રહીને ભારતમાં સૌથી લાંબા સમય સુધી જેલમાં રહેલા મુખ્યમંત્રીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કથિત લિકર ભ્રષ્ટાચારના કેસમાં ED એ 21 માર્ચે કેજરીવાલની પોતાના નિવાસ સ્થાનેથી ધરપકડી કરી હતી. 10 દિવસની પૂછપરછ બાદ પહેલી જૂને કેજરીવાલને તિહાર જેલમાં મોકલી દેવાયા હતાં. લગભગ 51 દિવસ પછી 10 મે ના રોજ કેજરીવાલને 21 દિવસ સુધી લોકસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતાં. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હદતું. સીબીઆઈ દ્વારા 26 જૂને કેજરીવાલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી ત્યારથી તે તિહાર જેલમાં બંધ હતાં.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here