Monday, October 5, 2026
HomeGujaratAhmedabadશ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ

શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે. લોકભારતી સણોસરાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ તેમનાં ઉદ્બોધનમાં મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં તેમ જણાવ્યું.’સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે’ શીર્ષક સાથે શ્રી કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં પ્રારંભ થયેલાં જ્ઞાનસત્રમાં કવિ સાહિત્યકાર વિદ્વાનો દ્વારા સુંદર ચિંતન સાથે સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે.’આનંદક્રીડાની વૈચારિક પીઠિકા’ વિષય સાથે લોકભારતી સણોસરાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ ‘ગાંધી અને ગુજરાતી સાહિત્ય’ વક્તવ્યમાં મહાત્મા ગાંધીજીનાં સાહિત્ય સહિત તમામ ક્ષેત્રમાં રહેલાં પ્રદાનનો ઉલ્લેખ કરી તેઓ મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં આગ્રહી હતાં તેમ જણાવ્યું. તેઓએ પણ સરળ સુગમ સાહિત્ય માટે આગ્રહ વ્યક્ત કર્યો.શ્રી મોહનભાઈ પરમારે સાંપ્રત સામાજિક સ્થિતિ સાથે ‘આંબેડકર અને ગુજરાતી સાહિત્ય’ વિષય પર ચિંતન રજૂ કર્યું. અંહી ‘કાલમાર્કસ અને ગુજરાતી સાહિત્ય’ સંદર્ભે શ્રી સુલતાન અહેમદ પઠાણે હિન્દીમાં વાત કરી.જ્ઞાનસત્રનાં આ બીજા દિવસે આનંદક્રીડા ‘અંગતથી અખિલાઈ સુધીની’ વિષયમાં શ્રી સેજલ શાહનાં સંચાલન સાથેની બેઠકમાં શ્રી અજય સરવૈયા દ્વારા ‘સાહિત્ય માનવ મનથી સંસ્કૃતિ સુધી’ પર પ્રસ્તુતિ થઈ. શ્રી ગૌરાંગ જાની દ્વારા સાહિત્ય અને માનવ સમાજ’ સંદર્ભે વાત કરતાં રૂપજીવિનીઓ એ સમસ્યા કે પરિસ્થિતિ સંદર્ભે કરુણા સભર વિગતો આપી તેનાં પર સંવેદનશીલ સર્જન માટે અનુરોધ કર્યો.આ બેઠકમાં શ્રી મોરારિબાપુ દ્વારા પણ સમાજમાં રહેલ સાંપ્રત રૂપજીવીનીઓ તેમજ જરૂરિયાતમંદોને અપાતાં સધિયારાનો શ્રી નીતિન વડગામાએ પૂરક ઉલ્લેખ કર્યો.બપોરની બેઠકમાં ‘આનંદક્રીડાનો આદિલોક’ વિષય પર રજૂ થયેલ પ્રસ્તુતિઓમાં ‘આદિવાસી સાહિત્ય’ અંગે શ્રી ભગવાનદાસ પટેલે સુંદર ચિત્ર સ્થિતિનું નિરૂપણ રજૂ કર્યું. આ વેળાએ સંચાલનમાં શ્રી જનક રાવલ રહ્યાં.’આનંદક્રીડાનાં વૈશ્વિક ઉદ્દગાર’ વિષય પર બેઠકમાં શ્રી કિરીટ દુધાતનાં સંચાલનમાં ‘સોફોક્લિસ ઈડીપસ રેક્સ’ વિશે શ્રી સંજય મુખર્જી, ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ વિશે શ્રી સમીર ભટ્ટ તથા ‘ધ વેસ્ટ લેન્ડ’ વિશે શ્રી ભરત મહેતાની રજૂઆત રહી.’આનંદક્રીડા ભાષાની’ બેઠકમાં ભાષાશાસ્ત્રી અને ભાષાવિજ્ઞાન સંદર્ભે શ્રી અરવિંદ ભંડારી દ્વારા તથા વ્યુત્પત્તિવિચાર સંદર્ભે શ્રી હેમંત દવે દ્વારા પ્રસ્તુતિ માણવા મળી. આ બેઠક સંચાલનમાં શ્રી હાર્દી ભટ્ટ રહેલ.સાંજે કવિ સંમેલન વ્યાખ્યા સર્જાતી કવિતા અંતર્ગત શ્રી દર્શક આચાર્યની પ્રસ્તુતિ રહી. સંચાલનમાં શ્રી હેમાંગ રાવલ રહેલ.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here