Sunday, October 11, 2026
HomeGujaratવંચિતોના જીવનમાં પરિવર્તન: જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન અને શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ આંત્રપ્રિન્યોરશિપે સોશિયલ...

વંચિતોના જીવનમાં પરિવર્તન: જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન અને શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ આંત્રપ્રિન્યોરશિપે સોશિયલ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ – ઈન્ડિયા 2025નું સન્માન કર્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પદ્ધતિસરના પરિવર્તન માટેના એક બળ તરીકે પાયાના સ્તરે નવીનતાની વધતી જતી માન્યતા વચ્ચે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સહયોગી સંસ્થા જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન અને શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ આંત્રપ્રિન્યોરશિપે આજે પિયૂષ તિવારીને 16મા સોશિયલ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ (SEOY) – ભારત 2025થી સન્માનિત કર્યા હતા.નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ G7 અને G20માં ભારતના શેરપા રહેલા શ્રી સુરેશ પ્રભાકર પ્રભુ સહિત નીતિ, વ્યવસાય, શિક્ષણ અને નાગરિક સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુંજના સ્થાપક અને ડાયરેક્ટર અંશુ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.આ વર્ષના વિજેતાઓ અને ફાઈનાલિસ્ટોના કાર્યોથી ગરીબી નાબૂદી, માર્ગ સલામતી અને ઈમર્જન્સી મેડિકલ સુવિધાઓમાં સુધારા, ગ્રામિણ કારીગરો માટે સાતત્યપૂર્ણ આજીવિકાના નિર્માણ અને વંચિત વિસ્તારોમાં સમુદાય આધારીત વિકાસ જેવા વિવિધ સામાજિક પડકારો પર પ્રકાશ પડ્યો હતો.પિયુષ તિવારીને ઝીરો-ફેટાલિટી સોલ્યુશન (ZFS)દ્વારા માર્ગ સલામતી અને કટોકટી સંભાળમાં તેમના પાયારૂપ કાર્ય માટે માન્યતા આપવામાં આવી છે, તેમની આ કામગીરી 16 રાજ્યોના 36 હાઇવે પર કાર્યરત ડેટા-આધારિત મોડેલ છે, જેના કારણે મુખ્ય કોરિડોર પર માર્ગ અકસ્માતમાં મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમના નેતૃત્વ હેઠળ, સેવલાઇફ ફાઉન્ડેશને ગુડ સમરિટન લો જેવા સીમાચિહ્નરૂપ નીતિ સુધારાઓને પ્રભાવિત કર્યા છે, 190 મિલિયનથી વધુ લોકો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરી છે, અને માર્ગ સલામતી માળખાગત સુવિધાઓ અને ટ્રોમા કેર માટે 70 મિલિયન ડોલરથી વધુ જાહેર રોકાણ એકત્ર કર્યું છે. તેમનો અભિગમ દેશભરમાં સુરક્ષિત રસ્તાઓ બનાવવા માટે એન્જિનિયરિંગ, અમલીકરણ, કટોકટી પ્રતિભાવ અને સમુદાય જોડાણનું સંયોજન છે.આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્ય અતિથિ શ્રી સુરેશ પ્રભુએ પુરસ્કાર વિજેતાઓને બિરદાવતા કહ્યું હતું કે, “તમામ સોશિયલ આંત્રપ્રિન્યોરનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. બધા ફાઇનલિસ્ટ્સને મારા અભિનંદન. અંતિમ ધ્યેય દરેકના જીવનમાં ખુશી લાવવાનું છે. સમાજની સુધારણા માટે સામાજિક સંસ્થાઓ આવશ્યક છે. આજનો કાર્યક્રમ તે દિશામાં વધુ એક ગતિશીલતા લાવશે. હું અહીં હાજર રહીને ભાગ્યશાળી અનુભવું છું – જે લોકો બીજાઓના જીવનને વધુ સારું બનાવવા માટે કામ કરી રહ્યા છે.””

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here