Thursday, June 25, 2026
HomeGujaratવંચિતોના જીવનમાં પરિવર્તન: જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન અને શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ આંત્રપ્રિન્યોરશિપે સોશિયલ...

વંચિતોના જીવનમાં પરિવર્તન: જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન અને શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ આંત્રપ્રિન્યોરશિપે સોશિયલ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ – ઈન્ડિયા 2025નું સન્માન કર્યું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પદ્ધતિસરના પરિવર્તન માટેના એક બળ તરીકે પાયાના સ્તરે નવીનતાની વધતી જતી માન્યતા વચ્ચેવર્લ્ડ ઇકોનોમિક ફોરમની સહયોગી સંસ્થા જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન અને શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ આંત્રપ્રિન્યોરશિપે આજે પિયૂષ તિવારીને 16મા સોશિયલ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ (SEOY) – ભારત 2025થી સન્માનિત કર્યા હતા.નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ G7 અને G20માં ભારતના શેરપા રહેલા શ્રી સુરેશ પ્રભાકર પ્રભુ સહિત નીતિ, વ્યવસાય, શિક્ષણ અને નાગરિક સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુંજના સ્થાપક અને ડાયરેક્ટર અંશુ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.આ વર્ષના વિજેતાઓ અને ફાઈનાલિસ્ટોના કાર્યોથી ગરીબી નાબૂદી, માર્ગ સલામતી અને ઈમર્જન્સી મેડિકલ સુવિધાઓમાં સુધારા, ગ્રામિણ કારીગરો માટે સાતત્યપૂર્ણ આજીવિકાના નિર્માણ અને વંચિત વિસ્તારોમાં સમુદાય આધારીત વિકાસ જેવા વિવિધ સામાજિક પડકારો પર પ્રકાશ પડ્યો હતો.પિયુષ તિવારીને ઝીરો-ફેટાલિટી સોલ્યુશન (ZFS)દ્વારા માર્ગ સલામતી અને કટોકટી સંભાળમાં તેમના પાયારૂપ કાર્ય માટે માન્યતા આપવામાં આવી છેતેમની આ કામગીરી 16 રાજ્યોના 36 હાઇવે પર કાર્યરત ડેટા-આધારિત મોડેલ છેજેના કારણે મુખ્ય કોરિડોર પર માર્ગ અકસ્માતમાં મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમના નેતૃત્વ હેઠળસેવલાઇફ ફાઉન્ડેશને ગુડ સમરિટન લો જેવા સીમાચિહ્નરૂપ નીતિ સુધારાઓને પ્રભાવિત કર્યા છે190 મિલિયનથી વધુ લોકો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત કરી છેઅને માર્ગ સલામતી માળખાગત સુવિધાઓ અને ટ્રોમા કેર માટે 70 મિલિયન ડોલરથી વધુ જાહેર રોકાણ એકત્ર કર્યું છે. તેમનો અભિગમ દેશભરમાં સુરક્ષિત રસ્તાઓ બનાવવા માટે એન્જિનિયરિંગઅમલીકરણકટોકટી પ્રતિભાવ અને સમુદાય જોડાણનું સંયોજન છે.આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્ય અતિથિ શ્રી સુરેશ પ્રભુએ પુરસ્કાર વિજેતાઓને બિરદાવતા કહ્યું હતું કે, “તમામ સોશિયલ આંત્રપ્રિન્યોરનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. બધા ફાઇનલિસ્ટ્સને મારા અભિનંદન. અંતિમ ધ્યેય દરેકના જીવનમાં ખુશી લાવવાનું છે. સમાજની સુધારણા માટે સામાજિક સંસ્થાઓ આવશ્યક છે. આજનો કાર્યક્રમ તે દિશામાં વધુ એક ગતિશીલતા લાવશે. હું અહીં હાજર રહીને ભાગ્યશાળી અનુભવું છું – જે લોકો બીજાઓના જીવનને વધુ સારું બનાવવા માટે કામ કરી રહ્યા છે.”

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here