દિલ્હી યૂનિવર્સિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશનની ડિગ્રીનું વિવરણ જાહેર કરવા માટે બંધાયેલી નથી.
દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચુકાદો સંભળતા કહ્યું કે, દિલ્હી યૂનિવર્સિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશનની ડિગ્રીનું વિવરણ પબ્લિક કરા માટે બંધાયેલી નથી. અદાલતે કેન્દ્રિય માહિતી આયોગના ડિગ્રી જારી કરવાના આદેશને રદ કરી દીધો છે.કોર્ટના આ ચુકાદાથી દિલ્હી યૂનિવર્સિટીને રાહત મળી છે. હાઈકોર્ટે 27 ફેબ્રુઆરીના રોજ મામલા પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.જસ્ટિસ સચિન દત્તાએ સીઆઈસીના આદેશને પડકાર આપતી દિલ્હી યૂનિવર્સિટીની અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ સચિન દત્તાએ 27 ફેબ્રુઆરીના રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.નીરજ નામના એક શખ્સ તરફથી આરટીઆઈ અરજી બાદ, સીઆઈસીએ 1978માં બીએની પરીક્ષા ઉતીર્ણ કરનારા તમામ છાત્રોના અભિલેખોનું નિરીક્ષણની 21 ડિસેમ્બર 206ના રોજ આદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પણ વ્ષ 198માં જ પરીક્ષા પાસ કરી હતી.


