Friday, June 5, 2026
HomeReligionપર્યુષણ પર્વમાં ઉપવાસ અને ક્ષમાથી શરીર અને મન શુદ્ધ થાય છે

પર્યુષણ પર્વમાં ઉપવાસ અને ક્ષમાથી શરીર અને મન શુદ્ધ થાય છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

 પર્યુષણ જૈન ધર્મનો સૌથી પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ પર્વ ધાર્મિક સાથે વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત લાભદાયક છે. MD ફિઝિશિયન અને મેટાબોલિક હેલ્થ એક્સપર્ટ ડૉ. વંદન કાનાબાર જણાવે છે કે પર્યુષણ દરમિયાન કરવામાં આવતો ઉપવાસ શરીર માટે કુદરતી દવા સમાન છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ શરીરમાં સંગ્રહાયેલું ગ્લુકોઝ વપરાઈ જાય છે. આશરે 12 કલાક સુધી ગ્લુકોઝનો ઉપયોગ થાય છે, પરંતુ ત્યાર પછીના 12 કલાકમાં શરીર ઊર્જા માટે ફેટનો ઉપયોગ શરૂ કરે છે. આ પ્રક્રિયા શરીરની વધારાની ચરબીને ગાળે છે અને શરીરને હળવું બનાવે છે.24 કલાક પછી શરીર ‘ઓટોફેજી’ નામની પ્રક્રિયા શરૂ કરે છે, જેનાથી નબળા અને બિનજરૂરી કોષોને દૂર કરવામાં આવે છે અને નવા કોષોના નિર્માણ માટે પ્રક્રિયા શરૂ થાય છે. આ સમય દરમિયાન શરીરમાં કુદરતી રીતે રિપેરિંગ થવા લાગે છે. આ કારણે નિયમિત ઉપવાસ કરનારાઓના ચહેરા પર તેજસ્વીતા જોવા મળે છે અને તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તી વધારે સુધરે છે.આયુર્વેદમાં ઉપવાસને ઉત્તમ ઉપચાર માનવામાં આવે છે. ખાસ કરીને કેન્સર જેવા રોગોમાં ઘણીવાર ઉપવાસની સલાહ આપવામાં આવે છે, કારણ કે ઉપવાસથી શરીરમાંથી ટૉક્સિન દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પર્યુષણ દરમિયાન માત્ર ખોરાકનો જ ત્યાગ નથી કરવાનો, પરંતુ આપણી અંદર રહેલા અહંકાર, ઈર્ષા, લોભ અને તૃષ્ણાનો પણ ત્યાગ કરવાનો હોય છે. પર્યુષણનો મુખ્ય સાર છે ક્ષમા. જ્યારે આપણે કોઈને ક્ષમા આપીએ છીએ ત્યારે માત્ર તે વ્યક્તિ જ નહીં, પરંતુ આપણે પોતે પણ હળવાશ અનુભવીએ છીએ.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here