
કડીમાં આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માત્ર હોમવર્ક ન લાવવા જેવી બાબતે શિક્ષકો દ્વારા ધોરણ-6 ના વિદ્યાર્થીને માર મારી ક્લાસની બહાર કાઢી મૂકતા અપમાનિત થયેલા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતો જીગ્નેશભાઈનો પુત્ર સ્કૂલમાં હોમવર્ક લઈને ગયો ન હતો. બુધવારે (19 નવેમ્બરે) શિક્ષિકાએ તેને બીજા પિરિયડમાં ચાર લાફા મારીને સજા રૂપે કલાસરૂમની બહાર બેસાડી દીધો હતો. આ બાળકને ઠંડી લાગી રહી હોવાની ફરિયાદ કરવા છતાં પાંચમા પિરિયડ સુધી બધા શિક્ષકોએ ક્લાસરૂમમાં બેસવા દીધો ન હતો. આખરે બાળકને લાગી આવતા 10:50 વાગ્યે શાળા સંકુલના બીજામાળેથી કુદી ગયો હતો. શાળા સંચાલકને જાણ થતા તેઓ આ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. બાળકે જણાવ્યું હતું કે બીજા પિરિયડમાં ટીચરે મને ચાર લાફા માર્યા અને ક્લાસરૂમની બહાર કાઢી મુક્યો હતો. એક પિરિયડ બાદ હું ફરી ક્લાસમાં ગયો તો બીજા ટીચરે મને કરી એક લાફો મારીને કહ્યું કે અંદર કેમ આવ્યો, આ તારા બાપના બગીચો છે? હું ક્લાસ ટીચરને પૂછવા બીજા ક્લાસરૂમમાં ગયો તો ટીચરે ધક્કો મારી બહાર કાઢી મુક્યો હતો.


