Saturday, October 10, 2026
HomeGujaratAhmedabadકાંકરિયા કાર્નિવલ 2025: પ્રથમ દિવસે લાખોની જનમેદની

કાંકરિયા કાર્નિવલ 2025: પ્રથમ દિવસે લાખોની જનમેદની

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025નો ગઈકાલે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્નિવલના પ્રથમ જ દિવસે નાગરિકો અને પ્રવાસીઓ તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, ઓપનિંગ ડે પર કુલ 1,31,255 મુલાકાતીઓએ કાર્નિવલની મુલાકાત લીધી હતી, જે શહેરમાં ઉત્સવ પ્રત્યેની ઉત્સાહભરી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.કાંકરિયા કાર્નિવલ 2025ના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત-નૃત્ય પ્રસ્તુતિઓ, ફૂડ ઝોન, બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ થકી કાંકરિયા પરિસરને ઉત્સવમય બનાવવામાં આવ્યો હતો. કાર્નિવલમાં પરિવાર સાથે આવેલા નાગરિકો, યુવાનો અને પ્રવાસીઓએ મનોરંજન સાથે શહેરની સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો. પ્રથમ દિવસે મળેલી મુલાકાતીઓની રેકોર્ડ બ્રેક હાજરીને પગલે આગામી દિવસોમાં પણ કાર્નિવલ પ્રત્યે વિશાળ જનસમર્થન જોવા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.કાંકરિયા કાર્નિવલનું આયોજન નાગરિકોને ભવ્ય મનોરંજન, સ્થાનિક કલાકારોને મંચ અને શહેરના પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યું છે. ત્યારે ખરેખર ગઈકાલે આ કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસથી જ આ હેતુ સફળ સાબિત થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને અમદાવાદ માટે આ આયોજન માત્ર મનોરંજનનો ઉત્સવ નહીં પરંતુ શહેરની સાંસ્કૃતિક ઓળખ, સામૂહિક આનંદ અને પર્યટન વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશ-વિદેશમાં વિખ્યાત બનેલા કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાયો હતો. તે પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી વાજપેયીની 101મી જયંતિ નિમિત્તે ભાવવંદના કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014થી સુશાસનના પ્રણેતા એવા અટલજીના જન્મદિવસને ગુડ ગર્વનન્સ ડે તરીકે ઊજવવાની શરૂઆત કરાવી હતી. આ સુશાસન થકી છેવાડાના લોકોને વિકાસના મુખ્યપ્રવાહમાં જોડી શકાય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here