Friday, June 5, 2026
HomeAhmedabadઅમદાવાદની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. શાળાની પ્રવેશ પ્રક્રિયા અને સંચાલન સંબંધિત વિવિધ મુદ્દાઓને લઇને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના પર જસ્ટિસ નિર્જર દેસાઇની બેન્ચ સમક્ષ વિગતવાર સુનાવણી હાથ ધરાઇ હતી.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સંચાલકોને આકરા શબ્દોમાં પૂછ્યું હતું કે, ‘શું માતા-પિતા પોતાના બાળકોને ગુમાવવા તમારી શાળામાં મોકલે છે?’ કોર્ટે વધુમાં પ્રશ્ન કર્યો કે, ‘શું આજે મૃત બાળક તેના પરિજનોને પરત મળી શકશે?’ આવી ટકોર સાથે કોર્ટે શાળા સંચાલનની ગંભીર નિષ્ફળતાઓ તરફ ઈશારો કર્યો હતો.

કોર્ટે નોંધ લીધી કે ઘટનાના સમયે શાળાનો વોચમેન સૂઈ રહ્યો હતો અને મદદ માટે કોઈ પણ વ્યક્તિ આગળ આવી નહોતી. બાળકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા ન હોવા બાબતે હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, કોઈ પણ સંસ્થામાં બાળકોને પ્રવેશ આપતા પહેલા પૂરતી ચેતવણી અને સુરક્ષા વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.

હાઇકોર્ટે સંચાલકોને પ્રશ્ન કર્યો કે, ‘તમે માત્ર વળતર આપીને છટકી જશો, પરંતુ માતા-પિતાના સપનાઓનું શું?’ સાથે જ કોર્ટે ટકોર કરી કે શાળા સંસ્થાને માત્ર પૈસા છાપવાનું મશીન બનાવવું યોગ્ય નથી. કોર્ટે આ બાબતની પણ નોંધ લીધી કે જ્યારે જ્યારે રાજ્ય સરકારે શાળા સામે કાર્યવાહી કરી છે, ત્યારે તેની સામે હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. આ સ્થિતિ પણ શાળા સંચાલનની નીતિ અને વલણ પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here