Wednesday, August 5, 2026
HomeGujaratSuratસુરતના વરાછામાં 4 હથિયારધારીઓ બંદૂકની અણીએ SBI બેન્કમાં 50 લાખની ચોરી કરી

સુરતના વરાછામાં 4 હથિયારધારીઓ બંદૂકની અણીએ SBI બેન્કમાં 50 લાખની ચોરી કરી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

આ આખી લૂંટની ઘટના ખૂબ જ ગુપ્ત રીતે અંદર થઈ હતી અને બહાર ગાડીમાં બેઠેલા કર્મચારીઓને અણસાર સુદ્ધાં આવ્યો નહોતો કે અંદર બેંકમાં મોટી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે.

સુરતના વરાછા વિસ્તારમાં આજરોજ દિવસના સમયે મોટી લૂંટની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં પાંચ હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. આરોપીઓ પાસે પિસ્તોલ હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.શ ડિપોઝિટની કામગીરીનો લાભ લઈને ચોર અંદર ઘૂસ્યા હતા
DCP આલોક કુમારે SBI બેંકની લૂંટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં 5થી 6 જેટલા લૂંટારૂઓએ બેંકમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારૂઓએ બેંકમાં હાજર કેશિયર અને અન્ય સ્ટાફને પિસ્તોલ (વેપન) બતાવીને બંધક બનાવી દીધા હતા.લૂંટારૂઓએ બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરી (CMS ગાડી દ્વારા) નો લાભ લઈને આ લૂંટ કરી છે. સ્ટાફના મોબાઈલ ફોન પણ લૂંટારૂઓએ છીનવી લીધા હતા, જેથી તેઓ પોલીસને સમયસર જાણ કરી શક્યા નહોતા. લૂંટારૂઓ ગયા બાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.આ ઘટના બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-1 પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ છે. હાલ પોલીસ આરોપીઓ ક્યાંના છે અને તેઓએ આ ગુનો કેવી રીતે કર્યો તે અંગેની તપાસ કરી રહી છે.લૂંટારૂઓના ચહેરા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. એકાદ આરોપીનો ચહેરો કેમેરાના એન્ગલને કારણે સ્પષ્ટ ન હોઈ શકે, પરંતુ બાકીના આરોપીઓના ચહેરા આઈડેન્ટિફાય કરવામાં આવી રહ્યા છે.

લૂંટારૂઓએ બુરખો પહેર્યો હોવાની જે વાતો વહેતી થઈ હતી, તેનો ડીસીપીએ ઇનકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ બુરખો પહેર્યો નહોતો. અમે આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે અને ખૂબ જ ઝડપથી આ કેસને ઉકેલી લેવામાં આવશે.ગનમેને જાણ કરી ત્યારે ખબર પડી કે બેંકમાં લૂંટ થઈ છે – કેશવાનના કર્મચારી સુરતના વરાછામાં SBI બેંકમાં થયેલી લૂંટની ઘટનામાં કેશવાનના કર્મચારી શિવપૂજન સિંગે મીડિયા સમક્ષ ઘટનાની વિગતો આપતા જણાવ્યું છે કે, તેમને લૂંટ વિશે કોઈ જાણકારી નહોતી. જ્યારે કેશવાન બેંકની અંદર ગયું, ત્યારે તેઓ ગાડીમાં જ બેઠેલા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને અંદર શું ઘટના બની રહી છે તેની કોઈ જાણ નહોતી.

તેમણે કહ્યું કે લૂંટ અંદર થઈ છે, તેની જાણ તેમને કે ગનમેનને પણ નહોતી. જે રોકડ રકમ લૂંટાઈ છે, તે બાબતે પણ તેમને કોઈ જાણકારી નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈ લૂંટારૂઓ ભાગતા દેખાયા કે સાયરન સંભળાયું? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, તેમને કોઈ પણ વ્યક્તિ ભાગતી દેખાઈ નથી કે કોઈ સાયરનનો અવાજ પણ સંભળાયો નથી. તેમના મતે લૂંટારૂઓ બેંકના અંદરના ભાગેથી આવ્યા હશે અને બહારથી કોઈને કંઈ ખબર પડી નથી. જ્યારે બેંકમાંથી લોકોને ખબર પડી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરના સમયે ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ ડરાવી-ધમકાવીને બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ લૂંટારુઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. હથિયારોના જોરે લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here