Friday, June 5, 2026
HomeGujaratAhmedabadલગ્નના ૪ દિવસ બાદ ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ

લગ્નના ૪ દિવસ બાદ ફરાર થયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ફરાર પિન્કીની ધરપકડ કરી ઃ લખતરના વાળંદ સાથે ૧.૬૦ લાખની છેતરપિંડી

અમદાવાદ, તા.૨૩
સુરેન્દ્રનગરના લખતરમાં રહેતા અને વાળંદ કામ કરતા યુવાન સાથે લગ્ન કરી રૂ.૧.૬૦ લાખની છેતરપીંડી આચરનાર અને લગ્નના ચાર દિવસ બાદ ફરાર થયેલી લૂંટેરી દુલ્હન આખરે ઝડપાઇ ગઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આરોપી યુવતી પિન્કીને ઝડપી લઇ તેને સુરેન્દ્રનગર પોલીસને સોંપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વાત સામે આવી હતી કે, લગ્ન બાદ પિન્કી પિરિયડ્‌સનું બહાનુ કાઢી તેના પતિને શરીરસુખથી દૂર રાખતી હતી અને બાદમાં માતાની ખબર કાઢવાનું કહી પાછી જ આવી ન હતી પરંતુ આખરે પોલીસે ફરાર થયેલી આ લૂંટેરી દુલ્હનને ઝડપી લીધી હતી. સુરેન્દ્રનગરના લખતરમાં રહેતા અને વાળંદ કામ કરતા યુવાને સુરેન્દ્રનગરમાં તા. ૩ જાન્યુઆરીએ પિન્કી નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના ચાર દિવસ બાદ માતાની બીમારીનું કહી પરિણીતા પિયર ગયા બાદ તેણી પાછી જ ફરી ન હતી. જેથી યુવકે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે લગ્ન કરાવી આપનાર ચાર શખ્સો સામે રૂપિયા ૧.૬૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પિન્કીની ધરપકડ કરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન અમદાવાદ પોલીસને બાતમી મળી હતી કે, છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ રશ્મીકા ઉર્ફે પિન્કી વટવામાં છે. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને સોંપી હતી. પિન્કીએ પુછપરછમાં જણાવ્યું હતું કે, ભરતભાઈના કહેવાથી પૈસાની લાલચે ભાવેશભાઈ સાથે લગ્ન કરી છેતરપિંડી આચરી હતી. લખતરની સુથાર શેરીમાં રહેતા ૩૫ વર્ષના વાળંદ યુવાન ભાવેશભાઇ ભીખાભાઇ લખતરીયાના લગ્ન ન થતા તેઓ દલાલોના સંપર્કમાં આવ્યા હતા. જેમાં મૂળ તારાપુરની અને હાલ અમદાવાદ રહેતી યુવતી પિન્કી તેઓને બતાવાઇ હતી. આ યુવતી સાથે લગ્ન કરાવવા સુરેન્દ્રનગરના કરમશીભાઇ ઉર્ફે વેરશીભાઇ શાર્દુલભાઇ રબારી, અબ્દુલખાન નગરખાન મલેક, ભરતભાઇ પ્રહલાદભાઇ પુજારા અને નડીયાદના સરોજબેન બાબુભાઇ મોચીએ રૂપિયા ૧.૭૦ લાખની માંગણી કરી હતી. પરંતુ અંતે રૂપિયા રૂ.૧.૬૦ લાખમાં પતાવટ કરી ભાવેશભાઇને નાણા આપ્યા હતા. ગત તા. ૩ જાન્યુઆરીએ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બેઠક કરી સ્ટેમ્પ પેપર પર કરાર કરી ભાવેશભાઇ પત્ની પીંકીને લઇ લખતર ગયા હતા. જ્યાંથી માતા બીમાર હોવાનું કહી તા. ૭ના રોજ લખતરથી પિન્કી અમદાવાદ જવા નીકળી હતી. થોડા દિવસો સુધી પિન્કી નહી આવતા ભાવેશભાઇએ સરોજબેનને પૂછતા તેઓએ તારાપુરનું તેનું ઘર બંધ હોવાનું કહ્યુ હતુ. બનાવને છ માસ થયા બાદ પોતે છેતરાયા હોવાની જાણ થતા મહિલા સહિત ચારેય શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લખતરના યુવાનના લગ્ન થયા બાદ માસીકનું બહાનુ કાઢી બે દિવસ પતિને દૂર રાખ્યો હતો. ત્યારબાદ બે દિવસ માતા બીમાર હોવાથી ઘરે જવાની વાત કરી ચોથા દિવસે પિન્કી લખતરથી અમદાવાદ જવા નીકળી હતી. અગાઉ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ભાવેશભાઇને પીંકી બતાવ્યા બાદ બન્નેએ એકાંતમાં વાત કરી હતી. જેમાં પિન્કીએ જણાવ્યું હતું કે, તમે મને ગમો છો. આપણે પતિ-પત્ની બનીશુ. ત્યારબાદ સ્ટેમ્પ પેપર પર કરાર કરાયા હતા.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here