Sunday, September 6, 2026
HomeAhmedabad

Ahmedabad

કચ્છને મોટી રેલ ભેટ: ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ અને ‘Y’ કનેક્ટિવિટીનું કામ પૂર્ણ, રેલ્વે સેફ્ટી કમિશનરે કર્યું ટ્રોલી નિરીક્ષણ

અમદાવાદ મંડળ તેના રેલ નેટવર્કને વધુ સક્ષમ, સુરક્ષિત અને ભવિષ્યની આવશ્યકતાઓને અનુરૂપ વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ ક્રમમાં ગુજરાતના ગાંધીધામ–આદિપુર રેલખંડ વચ્ચે ચૌહરીકરણ તથા આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટીનું મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ખંડનું 9 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી ઈ. શ્રીનિવાસ, રેલ સુરક્ષા આયુક્ત (CRS), પશ્ચિમ સર્કલ દ્વારા ટ્રોલી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ ટીમમાં અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) શ્રી પ્રદીપ ગુપ્તા, મુખ્ય ટ્રેક ઈજનેર, મુખ્ય સંચાલન પ્રબંધક (જી) તેમજ નિર્માણ અને ઓપન લાઇન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત 17 કિમી ટ્રેક લિંકિંગ, 8 નાના પુલોના નિર્માણ તેમજ 2.60 લાખ ઘન મીટર અર્થવર્ક કરવામાં આવ્યું છે. આદિપુર સ્ટેશન પર સિગ્નલ તથા ટેલિકોમ્યુનિકેશન (S&T) અને ઓપરેટિંગ કન્ટ્રોલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ચોથી લાઇન સહિત સમગ્ર સેકશનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે. ગોપાલપુર સ્ટેશનને આધુનિક સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. ગાંધીધામ બી કેબિનમાં 16 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ તેમજ આદિપુર સ્ટેશન પર 21 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ સાથે 1 લૂપ લાઇન સહિત મહત્વપૂર્ણ યાર્ડ રીમોડેલિંગના કાર્ય કરવામાં આવ્યા છે. ગાંધીધામ–આદિપુર બ્રોડગેજ રેલખંડ કંડલા અને મુન્દ્રા બંદરો સહિત ભુજ, વાયોર તથા અન્ય વિસ્તારોને દેશના વિવિધ ભાગો સાથે જોડતો એક અત્યંત મહત્વપૂર્ણ માલ પરિવહન માર્ગ છે. હાલમાં આ ખંડ અત્યંત વ્યસ્ત હોવાથી સંચાલન પર દબાણ રહે છે, જેને ઘટાડવા માટે બે વધારાની લાઇનોની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. આ માર્ગ પરથી મીઠું તથા સામાન્ય માલની પણ મોટા પાયે હેરફેર થાય છે અને મુન્દ્રા બંદરની વધતી ક્ષમતાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં યાતાયાત વધુ વધવાની સંભાવના છે. આ ખંડ અમદાવાદ મંડળનો સર્વાધિક GMT (ગ્રોસ મિલિયન ટન) લોડિંગ ધરાવતો સેકશન છે, જ્યાંથી દર વર્ષે 70થી વધુ GMT લોડિંગ થાય છે. ચૌહરીકરણથી લાઇન ક્ષમતામાં વધારો થશે, જેના કારણે ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, સમયબદ્ધ અને સુચારુ બનશે. પરિણામે મુસાફર ટ્રેનોની સમયપાલનમાં સુધારો થશે, પીક સમયમાં સંચાલન સરળ બનશે તેમજ નવી ટ્રેનો અથવા વધારાના ફેરાઓની શક્યતાઓ વધશે. ગોપાલપુર નવા સ્ટેશનના નિર્માણથી અમદાવાદ તરફથી આવતી ગાડીઓને ભુજ જવા માટે ગાંધીધામમાં એન્જિન રિવર્સલ કરવાની જરૂર રહેશે નહીં, જેના કારણે આશરે 20–25 મિનિટનો સમય બચશે. આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાથી ટ્રેનોને દિશા પરિવર્તન કરવું પડશે નહીં, પરિણામે સમય અને ઇંધણ બંનેની બચત થશે અને સંચાલન વધુ સરળ બનશે. આ પ્રોજેક્ટથી કંડલા તથા મુન્દ્રા બંદરો સાથે જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, અનાજ તેમજ અન્ય માલના પરિવહનમાં ઝડપ આવશે. માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઓછો થશે, વેગનોનો વધુ સારો ઉપયોગ શક્ય બનશે તથા લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે ઉદ્યોગો અને વેપારને સીધો લાભ મળશે. સાથે સાથે આ પ્રોજેક્ટ કચ્છ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, વેપાર, પર્યટન અને રોજગારના અવસર વધારવા તેમજ રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં સહાયક સાબિત થશે. ગાંધીધામ–આદિપુર ચૌહરીકરણ તથા ‘વાય’ કનેક્ટિવિટી પ્રોજેક્ટ ક્ષેત્રીય વિકાસ અને મજબૂત રેલ અવસંરચનાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે કચ્છ ક્ષેત્રના સામાજિક–આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.

‘ડીજે બંધ કરવાનો નિર્ણય ખોટો, કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો’ : વિક્રમ ઠાકોર

હાલમાં જ ઠાકોર સમાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયનું કારણ આપતા એવું પણ કહેવાયું હતું કે, ડીજે વગાડીને દારૂ પણ પીવાય...

આંગણવાડી કર્મીઓ પર કામનું ભારણ ઘટાડી વેતન વધારવાની માગ 

ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંગઠનોના પ્રમુખની આગેવાની હેઠળ આંગણવાડી બહેનો-ભાઈઓએ નવી કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ તેમના વર્ષોથી પડતર પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરી હતી....

વસ્ત્રાલમાં AMCની કચરા ગાડીએ મોપેડ સવાર બે સગીરાને જોરદાર ટક્કર મારી

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રણામી બંગલોઝ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. માધવ પાર્કમાં રહેતા રાજસ્થાની પરિવારની બે કિશોરીઓ જ્યારે મોપેડ પર જઈ રહી...

500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે

45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા હાઇકોર્ટની મંજૂરી; કોમનવેલ્થ-ઓલમ્પિકને લઈને ડેવલપ કરાશે ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારની જાહેર જમીન પાછી...

અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત,3ના કમકમાટીભર્યા મોત

અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખવાર અકસ્માતમાં પતિ-પત્ની અને તેમના વહાલાસોયા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું...

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલ માણતાં 80 યુવક-યુવતીને ઝડપ્યાં

અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read