Saturday, October 10, 2026
HomeGujaratસુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર યથાવત્ : લિંબાયતમાં 6 ઇંચ વરસાદ...

સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર યથાવત્ : લિંબાયતમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો : 34 તાલુકામાં મેઘ મહેર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર યથાવત્ છે. આજે (19 સપ્ટેમ્બર) શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આભ ફાટ્યું હોય એ રીતે લિંબાયતમાં એક કલાકમાં સાડાચાર ઇંચ અને 3 કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરના રાજુનગર પોલીસચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયાં છે. અન્ય વિસ્તારોમાં પણ એક ઇંચથી બે સુધીનો વરસાદ પડ્યો, જોકે ડુમસ તરફ વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી.સુરતમાં સીઝનનો સરેરાશ 57 ઇંચ વરસાદ પડે છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 81.68 ઈંચ વરસાદ પડી ગયો છે. આમ 135 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, જે મુજબ સુરત, વડોદરા અને ભરૂચમાં મેઘમહેર જોવા મળી હતી. સવારના 6થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં સરેરાશ સૌથી વધુ ભરૂચના વાગરામાં 3.78 ઈંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરના સંખેડામાં 1 મિમી વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારામાંથી અકળાતા લોકોને વરસાદ પડતાં રાહત મળી છે, પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સવારના બફારા અને ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના પિપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, અને સિટીલાઈટ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને વિઝિબિલિટી (દૃશ્યતા)માં પણ ઘટાડો થયો હતો, જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનચાલકોને વરસાદ બંધ થાય ત્યાં સુધી રસ્તાની બાજુમાં થોભી જવાની ફરજ પડી હતી.ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડી ગયાં હતાં, જેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here