Sunday, October 18, 2026
HomeGujaratગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે, ગાંધીનગરમાં બે દિવસમાં તાપમાન 7...

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે, ગાંધીનગરમાં બે દિવસમાં તાપમાન 7 ડીગ્રી ઘટ્યું

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ગુજરાતમાં હાલ રાત્રે ઠંડીનો ચમકારો અને દિવસે ગરમીથી ડબલ સીઝન અનુભવાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 4 ડીગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. આગામી 3 દિવસ અમદાવાદમાં 15થી 17 ડીગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના નથી. જોકે રાજ્યમાં અન્યત્ર ઠંડીના પ્રભુત્વમાં વધારો અનુભવાઇ શકે છે.

ગાંધીનગરમાં બે દિવસમાં 7 ડીગ્રી તાપમાન ઘટ્યું
નવેમ્બર મહિનામાં ગાંધીનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં પ્રથમ વખત 7 ડીગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 23 નવેમ્બરે લઘુતમ તાપમાન 19 ડીગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ 25 નવેમ્બરે 12 ડીગ્રી થઈ ગયું હતું. આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં હાડ થિજાવતી કાતિલ ઠંડી પડશે. ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધતાં વૃદ્ધો અને દર્દીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

આગાહીકારોએ ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહી કરી
હવામાનની આગાહી કરનારાના મતે ફરી ડિસેમ્બર મહિનામાં માવઠા થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના એક્સપર્ટસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. 19 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવી શકે છે, પરંતુ 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય–પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને ગાત્રો થીજવતી ઠંડીની પડવાની શક્યતા છે.

રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે
હાલ રાજયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ સવારે ધુમ્મસ છવાયેલું જોવા મળે છે, તેની સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડીગ્રી થવાની સંભાવના છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here