Tuesday, August 25, 2026
HomeGujaratજન્માષ્ટમીએ જૂનાગઢની સરકારી તિજોરી છલકાઈ, પ્રવાસીઓએ કરાવી કરોડોની આવક

જન્માષ્ટમીએ જૂનાગઢની સરકારી તિજોરી છલકાઈ, પ્રવાસીઓએ કરાવી કરોડોની આવક

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતભરના લોકો જાણે ઘરની બહાર નીકળી પડ્યા હોય તેમ પ્રવાસન સ્થળો પર ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી એ આવેલા મિની વેકેશનમાં લાંબા સમય બાદ પ્રવાસન સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યુ હતું. આવામાં સરકારી તિજોરી પણ છલકાઈ ગઈ છે. જન્માષ્ટમીમાં જુનાગઢ જિલ્લાને સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતા. સાતમ-આઠમના તહેવાર પર 2.60 કરોડની આવક થઈ છે. જેથી કહી શકાય કે જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢને ફળ્યો છે. જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢના રોપ-વે, સક્કરબાગ ઝૂ, STને ફળ્યો છે. સાતમ-આઠમના તહેવારમાં જૂનાગઢમાં 2.60 કરોડની આવક થઈ છે. 4 દિવસના મિની વેકેશનમાં 25 હજાર લોકોએ રોપ-વેની સફર કરી છે. તો 55 હજાર પ્રવાસીઓ એ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી છે. 2.35 લાખ લોકોએ ST બસની મુસાફરી કરી છે. આ 4 દિવસમાં જૂનાગઢમાં ST ડિવિઝનને 1.33 કરોડની આવક થઈ છે. તો સક્કરબાગ ઝૂને 17 લાખની આવક થઈ છે. જેથી સમજી શકાય છે કે, જન્માષ્ટમીના તહેવારોમાં જૂનાગઢના પ્રવાસન સ્થળોની ડિમાન્ડ કેવી રહી હશે. રોપ-વે શરૂ થયા બાદ પ્રથમ વખત શિતળા સાતમના દિવસના એક જ દિવસમાં 7,700 લોકોએ રોપ-વેની સફર માણી હતી. આ ઓલ ટાઇમ હાલએસ્ટ ટ્રાફિક રહ્યો હતો. પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાથી રોપ-વેની ગતિ પણ વધારી દેવાઈ હતી. જેથી પ્રવાસીઓની ડિમાન્ડને પહોંચી વળાય. ભીડ વધુ હોવાથી ઓનલાઈન બુકિંગમાં પણ ચાર કલાકનું વેઈટિંગ રહ્યું હતું. 

  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રજાના 2 દિવસમાં કુલ 20,802 પ્રવાસી થકી ઝૂને 6,39,000ની આવક થઇ હતી. જ્યારે ટિકીટ લેવા માટે 4 બારી ખોલવા છતા ભારે ભીડના કારણે ટિકીટ લેવામાં પણ 1 કલાકનું વેઇટીંગ રહ્યું હતું.
  • શનિવારે રાંધણછઠ્ઠના દિવસે 4,562 પ્રવાસી આવ્યા હતા જેનાથી 1,47,000ની આવક થઇ
  • શિતળા સાતમના દિવસે ઝૂમાં 16,240 પ્રવાસી આવ્યા હતા જેનાથી 4,92,000ની આવક થઇ 

તો બીજી તરફ, જૂનાગઢમાં ભીડ ઉમટી પડવાથી ગેસ્ટ હાઉસ પણ ફૂલ રહ્યા હતા, જેથી તેમની આવક પણ વધી હતી. આ સાથે જ ભવનાથમાં આવેલ જ્ઞાતિની વાડીઓ, ઉતારા પણ હાઉસફૂલ રહ્યા હતા. 

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here