કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન, હાર્ટ એટેક આવતા લીધા અંતિમ શ્વાસ

0
12

Pandit Birju Maharaj Dies: પ્રખ્યાત કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. પદ્મ વિભૂષણ 83 વર્ષીય બિરજુ મહારાજને હાર્ટ એટેક આવ્યા બાદ રવિવાર અને સોમવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી.

નોંધનીય છે કે, કથ્થક ગુરૂ પંડિત બિરજૂ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી, 1938ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયો હતો. બિરજુ મહારાજનું આખું નામ બ્રિજમોહન મિશ્રા છે. ઉત્તમ ડાન્સર હોવાની સાથે સાથે બિરજુ મહારાજની હિન્દુસ્તાની ક્લાસિક મ્યુઝિક ઉપર પણ સારી પકડ હતી.

13 વર્ષે ડાન્સ શીખવાનું કર્યુ હતુ શરૂ

બિરજુ મહારાજ દેશના પ્રખ્યાત કથ્થક ઘરાનાથી સંબંધ ધરાવે છે. તેઓ જગ્ગનાથ મહારાજના પુત્ર છે. બિરજૂ મહારાજને તેમના અંકલ લછ્છુ મહારાજ અને શંભૂ મહારાજે કથ્થકની ટ્રેનિંગ આપી છે. પિતાના મૃત્યુ બાદ ખૂબ જ સંઘર્ષ બાદ બિરજૂ મહારાજનો પરિવાર દિલ્હી આવ્યો હતો. બિરજૂ મહારાજે 13 વર્ષની નાની ઉંમરે સંગીત ભારતીમાં ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું.બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.