વર્ષની છેલ્લી એકાદશી: ગુરુવાર અને સફલા એકાદશીનો સંયોગ, આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે

0
33
શાસ્ત્રોમાં આખા વર્ષમાં આવતી 24 એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે
શાસ્ત્રોમાં આખા વર્ષમાં આવતી 24 એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે

30 ડિસેમ્બરના રોજ ગુરુવાર અને એકાદશી તિથિનો સંયોગ બનશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ મહત્ત્વ રહેશે. હાલ માગશર મહિનો ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં આખા વર્ષમાં આવતી 24 એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પરંતુ સફલા એકાદશીનું વ્રત રાખવાથી સાધકની બધી જ કોશિશ સફળ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

વ્રત તિથિ અને પારણા મુહૂર્ત
એકાદશી તિથિ 29 ડિસેમ્બરે બપોરે 04.12 થી શરૂ થશે અને 30 ડિસેમ્બરે બપોરે 01.40 કલાકે પૂર્ણ થશે. વ્રતના પારણા 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ આપનાર વ્રત
માન્યતા છે કે બધા પ્રકારના દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ અપાવનાર સફલા એકાદશીનું વ્રત મહાભારત કાળમાં યુધિષ્ઠિરે પણ કર્યું હતું. એટલે વિધિ-વિધાન અને શ્રદ્ધા, વિશ્વાસ સાથે એકાદશી વ્રત અને પૂજા-પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ ઝડપથી પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

પૂજા વિધિ અને નિયમ
1. સફલા એકાદશીના વ્રતને સફળ બનાવવવા માટે આ રીતે પૂજા કરો
2. વ્રતની પૂજા કરતા પહેલાં ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરો.
3. પીળા કપડા પહેરીને ભગવાન વિષ્ણુને ગાયના દૂધથી, પછી શંખમાં ગંગાજળ ભરીને સ્નાન કરાવો.
4. ભગવાન વિષ્ણુને પીળા કપડાં પહેરાવો અને ધૂપ, દીપ પ્રગટાવીને પૂજા કરો.
5. પૂજામાં પીળા ફૂલ, ફળ અને પીળા ચંદનથી તેમનો શ્રૃંગાર કરી તેમને તુલસી મિશ્રિત પંચામૃત અર્પણ કરો.