New Year 2022 Resolution: આ 5 સંકલ્પો સાથે કરો નવા વર્ષની શરૂઆત, વ્યક્તિત્વ ખીલી ઉઠશે

0
19
રાત્રે મોડા સૂઈને સવારે મોડા ઉઠવાથી દિનચર્યાની શરૂઆત જ અસ્તવ્યસ્ત થાય છે. એટલે નવા વર્ષે સંકલ્પ લો કે સવારે વહેલા ઉઠશો અને ધ્યાન, યોગ કરશો
રાત્રે મોડા સૂઈને સવારે મોડા ઉઠવાથી દિનચર્યાની શરૂઆત જ અસ્તવ્યસ્ત થાય છે. એટલે નવા વર્ષે સંકલ્પ લો કે સવારે વહેલા ઉઠશો અને ધ્યાન, યોગ કરશો

નવા વર્ષ (New Year 2022)ની શરૂઆતની સાથે જ તમે નવા વર્ષના સંકલ્પ (New Year Resolution) વિશે વિચારતા હશો, જેમાંથી કેટલાક ગયા વર્ષના પણ હશે! રેઝોલ્યુશન એટલે કેટલીક એવી આદતો કે તમે કેટલાંય દિવસોથી અપનાવવા અંગે વિચારી રહ્યા છો, પણ તેને રૂટિનમાં લાગુ નથી કરી શકતા અને હવે એમ કરવાનો સંકલ્પ લેશો. જો એવું હોય તો વર્ષનો પહેલો દિવસ આવી કોઈ નવી શરૂઆત માટે સૌથી સારો છે. તમે યોગ કરવાનો, પુસ્તકો વાંચવાનો, રનિંગ-જોગિંગ પર જવાનો કે અન્ય સારી બાબતોને અપનાવવાનો સંકલ્પ લઈ શકો છો.પુસ્તકો વાંચવા: નવા વર્ષે સૌથી સારો સંકલ્પ એ હશે કે તમે જીવનમાં વાંચન (Reading Books)ને સામેલ કરો, પુસ્તકો વાંચો. તમે આ નવા વર્ષે સંકલ્પ લો કે તમે રોજ કંઈક વાંચશો અને જેમ-જેમ તમે કોઈ સારું પુસ્તક વાંચશો તેમ જીવન બદલાઈ જશે. તમે વધુ પ્રોડક્ટીવ અને રચનાત્મક બની જશો. તમારું વ્યક્તિત્વ વધુ સારું બનશે. પુસ્તકોને જીવનશૈલીમાં વણવાના અઢળક ફાયદા છે.સવારે જલ્દી ઉઠવું: રાત્રે મોડા સૂવું અને સવારે મોડા ઉઠવું. એક અસ્તવ્યસ્ત દિનચર્યાની શરૂઆત અહીંથી જથાય છે. સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. એટલે નવા વર્ષે સંકલ્પ લો કે સવારે સૂર્યોદય પહેલા ઉઠશો અને ધ્યાન યોગ વગેરે કરશો. આ તન-મનને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે.ગુસ્સો નહીં કરો: જો તમને પણ એ વાતનો ગુસ્સો આવતો હોય કે તમને વારંવાર અને જલ્દી ગુસ્સો શા માટે આવે છે તો આ વર્ષે તમે ગુસ્સો કન્ટ્રોલ (Anger management) કરો. પોતાને શાંત રાખો. પોતાની એનર્જીને કામ પર લગાડો. નેગેટિવ લોકોથી દૂર રહો અને સકારાત્મક અભિગમ અપનાવો. ગુસ્સો ઓછો થઈ જશે.