Tuesday, October 6, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં દરિયાપુરની વિજયા બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 9.75 લાખની ચોરી થઈ

અમદાવાદમાં દરિયાપુરની વિજયા બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 9.75 લાખની ચોરી થઈ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : અમદાવાદમાં વર્ષના અંતિમ દિવસોમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. પોલીસ રાત્રિ કર્ફ્યૂનું કડકપણે પાલન કરાવી રહી છે. બીજી બાજુ લૂંટ અને ચોરીના બનાવો પણ પોલીસની ઊંઘ બગાડી રહ્યાં છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં વિજયા બેંકમાંથી 9.75 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. દરિયાપુર પોલીસને શુક્રવારે ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ગુનેગારોને પકડા ચકરો ગતિમાન કર્યા છેપ્રાપ્ત વિગતો પ્રમાણે દરિયાપુરમાં સ્થિત વિજયા બેંકના મેનેજર અનિલ પેટલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મારી બેંકનો સમય સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે. બેંકમાં મારા સહિત બે ક્લાર્ક, એક કેશિયર, બે પટાવાળા તથા એક વોચમેન નોકરી કરે છે. બેંકમાં દરરોજ સવારે કેશિયર હસમુખભાઈ પટેલની હાજરીમાં પટાવાળા બિપિનભાઈ પટેલ બેંક ખોલે પછી જ અન્ય લોકોને એન્ટ્રી મળે છે. રોજ સાંજે મારી હાજરીમાંજ પટાવાળા બિપિનભાઈ બેંકને તાળુ મારતા હોય છે. ત્યાર બાદ હું તથા તમામ સ્ટાફ ઘરે જતાં હોઈએ છીએ. બેંકના શટરની ચાવી બંને પટાવાળા પાસે રહેતી હોય છેબેંકના મેનેજરે ફરિયાદમાં કહ્યું હતું કે, 30 ડિસેમ્બરે સાંજે બેંકનું કામ પુરુ થતાં અમારી હાજરીમાં બેંકમાં રહેલી તમામ કેશની ગણતરી કરવામાં આવી હતી. ત્યારે બેંકમાં કુલ 1.60 કરોડ રૂપિયાની કેશ હતી. તેમાંથી મોટી નોટો બેંકના લોકરમાં મુકવામાં આવી હતી અને નાના દરની નોટો લોકરની બાજુની તિજોરીમાં મુકવામાં આવી હતી. લોકરની ચાવી મારી પાસે રહે છે અને તિજોરીની ચાવી કેશિયર હસમુખભાઈ પાસે રહે છે. જેથી બંને જગ્યાએ તાળું મારીને અમે સાથે ઘરે ગયા હતાં. 31મીએ સવારે જ્યારે બેંકમાં જવા ઘરેથી નીકળ્યો ત્યારે બેંકના પટાવાળા વિમલભાઈનો ફોન આવ્યો હતો કે બેંકના શટરના તાળા તૂટેલાં છે. આ ફોન આવ્યા બાદ તરત બેંકના કેશિયર હસમુખભાઈને ફોન કર્યો હતોબેંકના મેનેજરે ફરિયાદમાં કહ્યું હતું કે,અમે બેંકમાં જઈને જોયું તો અમે નાની નોટો જે તિજોરીમાં મુકીએ છીએ તે તિજોરીનો દરવાજો વચ્ચેના ભાગેથી વળી ગયો હતો. પરંતુ જ્યાં મોટી નોટો મુકીએ છીએ ત્યાં કોઈ પણ પ્રકારની ચોરી નથી થઈ. જેથી તાત્કાલિક અને પોલીસના કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો. પોલીસ તરત બેંક પર આવી ગઈ હતી અને પોલીસની હાજરીમાં અમે કેશની ગણતરી કરી હતી. તેમાંથી 50 રૂપિયાના દરની 9.75 લાખની નોટો ચોરાઈ ગઈ હતી. બેંકની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here