Thursday, July 16, 2026
HomeIndiaરાષ્ટ્રગીત વન્દે માતરમ વાગે ત્યારે ઉભા થવું ફરજિયાત, કેન્દ્રએ જાહેર કરી માર્ગદર્શિકા

રાષ્ટ્રગીત વન્દે માતરમ વાગે ત્યારે ઉભા થવું ફરજિયાત, કેન્દ્રએ જાહેર કરી માર્ગદર્શિકા

Date:

Related stories

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે 28 જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું છે કે હવે સરકારી કાર્યક્રમો, શાળાઓ કે અન્ય ઔપચારિક આયોજનોમાં ‘વંદે માતરમ્’ વગાડવામાં આવશે. આ દરમિયાન દરેક વ્યક્તિનું ઊભા રહેવું ફરજિયાત રહેશે.ન્યૂઝ એજન્સી PTI અનુસાર, આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે જો રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ અને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સાથે ગાવામાં કે વગાડવામાં આવે, તો પહેલા વંદે માતરમ્ ગાવામાં આવશે. આ દરમિયાન ગાનારા કે સાંભળનારાઓએ સાવધાન મુદ્રામાં ઊભા રહેવું પડશે.આદેશ મુજબ તમામ શાળાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીત વગાડ્યા પછી જ થશે. નવા નિયમો અનુસાર, રાષ્ટ્રગીતના તમામ 6 અંતરા ગાવામાં આવશે, જેનો કુલ સમયગાળો 3 મિનિટ 10 સેકન્ડ છે. અત્યાર સુધી મૂળ ગીતના પહેલા બે અંતરા જ ગાવામાં આવતા હતા.જોકે, આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કયા-કયા પ્રસંગોએ રાષ્ટ્રગીત ગાઈ શકાય છે, તેની સંપૂર્ણ યાદી આપવી શક્ય નથી. આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રગીતના ગાયન અંગે વિગતવાર પ્રોટોકોલ જારી કરવામાં આવ્યા છે. કેન્દ્ર હાલમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કાર્યક્રમો ઉજવી રહ્યું છે.નવી ગાઈડલાઈન અનુસાર, તિરંગો ફરકાવવા, કોઈ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિના આગમન, રાષ્ટ્રના નામે તેમના ભાષણો અને સંબોધનો પહેલાં અને પછી, અને રાજ્યપાલોના આગમન અને ભાષણો પહેલાં અને પછી સહિત ઘણા સત્તાવાર પ્રસંગોએ વંદે માતરમ વગાડવું ફરજિયાત રહેશે.મંત્રીઓ અથવા અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓની હાજરીવાળા બિન-ઔપચારિક પરંતુ જરૂરી કાર્યક્રમોમાં પણ રાષ્ટ્રગીત સામૂહિક રીતે ગાઈ શકાય છે, જોકે તેને સંપૂર્ણ સન્માન અને શિષ્ટાચાર સાથે રજૂ કરવામાં આવે.10 પાનાના આદેશમાં, સિવિલિયન પુરસ્કાર સમારોહ, જેમ કે પદ્મ પુરસ્કાર સમારોહ અથવા આવા કોઈપણ કાર્યક્રમમાં જ્યાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત હોય, ત્યાં પણ વંદે માતરમ વગાડવામાં આવશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રએ 28 જાન્યુઆરીએ ગાઈડલાઈન જાહેર કરી હતી. 10 પાનાના આદેશમાં, સરકારે એમ પણ કહ્યું કે સિવિલિયન પુરસ્કાર સમારોહ, જેમ કે પદ્મ પુરસ્કાર સમારોહ અથવા આવા કોઈપણ કાર્યક્રમમાં જ્યાં રાષ્ટ્રપતિ હાજર હોય, ત્યાં પણ વંદે માતરમ વગાડવામાં આવશે.જોકે, સિનેમા હોલને નવા નિયમોથી દૂર રાખવામાં આવ્યા છે. એટલે કે સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતા પહેલા ‘વંદે માતરમ’ વગાડવું અને ઊભા રહેવું ફરજિયાત નહીં હોય. અધિકારીઓ અનુસાર, નવા નિર્દેશો ‘વંદે માતરમ’ના સન્માનની સ્પષ્ટ દિશા પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યા છે.ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમ્ ને બંકિમચંદ્ર ચેટર્જીએ 7 નવેમ્બર 1875 ના રોજ અક્ષય નવમીના પવિત્ર અવસર પર લખ્યું હતું. તે 1882માં પ્રથમ વખત તેમના સામયિક બંગદર્શનમાં તેમની નવલકથા આનંદમઠના ભાગ રૂપે છપાયું હતું.1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે મંચ પર વંદે માતરમ્ ગાયું. આ પહેલો પ્રસંગ હતો જ્યારે આ ગીત સાર્વજનિક રૂપે રાષ્ટ્રીય સ્તરે ગવાયું. સભામાં હાજર હજારો લોકોની આંખો ભીની હતી.
કેન્દ્ર સરકારે ગયા વર્ષે વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિશેષ ચર્ચાનું આયોજન કર્યું હતું. લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર પશ્ચિમ બંગાળમાં યોજાનારી આગામી ચૂંટણીઓને લઈને રાષ્ટ્રગીતને મુદ્દો બનાવી રહી છે.જ્યારે ભાજપે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ હેઠળ વંદે માતરમના ભાગો કાપવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે 1937માં દેશના પ્રથમ PM જવાહરલાલ નેહરુનો એક પત્ર શેર કર્યો હતો, જે તેમણે સુભાષચંદ્ર બોઝને લખ્યો હતો.ભાજપે આરોપ લગાવ્યો હતો કે પત્રમાં નેહરુએ સંકેત આપ્યો હતો કે વંદે માતરમની કેટલીક પંક્તિઓ મુસ્લિમોને અસ્વસ્થ કરી શકે છે. સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે રાષ્ટ્રગીતને પણ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ સમાન દરજ્જો મળવો જોઈએ.

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here