Monday, September 14, 2026
HomeGujaratવિદ્યાર્થી આંદોલન પ્રસર્યું: સુરતમાં વિદ્યાર્થીઓ અને પોલીસના ઘર્ષણ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનો...

વિદ્યાર્થી આંદોલન પ્રસર્યું: સુરતમાં વિદ્યાર્થીઓ અને પોલીસના ઘર્ષણ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનો હોબાળો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતાં. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહિવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કરાયો હતો.કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો તે બંધ કરાવવામાં આવ્યો, વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધી પોલીસ મૂકપ્રેક્ષક બની છે

બીજી તરફ પોલીસે સુરત જેવી સ્થિતિ અમદાવાદમાં ના થાય તે માટે વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની અટકાયત ટાળી છે. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ બંધ કરાવવાનું શરૂ કર્યું છે. આગામી બે કલાક માટે યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને વહિવટી કામગીરી બંધ રાખવામાં આવશે. ABVPના કાર્યકરોએ કહ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રી જે વિસ્તારમાંથી આવે છે ત્યાં જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરિષદ પર પોલીસ દ્વારા મારામારી કરવામાં આવી તે કેટલું યોગ્ય છે?

NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ગરબા ડેનું આયોજન નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે. તેનું અનુસરણ કરવું જોઈતું હતું, પરંતુ તેનું પાલન કરાયું નથી. ફરજ પર હાજર પોલીસે પોતાની રીતે કામગીરી કરી તે દરમિયાન ABVPના કાર્યકર્તા હોય તેમની સાથે ગેરવર્તન કર્યું છે, તેમજ તેમની સાથે ગાળા ગાળી કરી છે તે યોગ્ય છે. કુલપતિ પોતે સક્ષમ ન હોવા છતાં પણ તેમણે મૌખિક રીતે મંજૂરી કયા આધારે આપી છે તેનો પણ તેમણે ખુલાસો કરવો જોઈએ.

NSUIના શહેર પ્રમુખ મનીષ દેસાઈએ જણાવ્યું કે, ABVPની સરકાર હોવાને કારણે તેઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને પોલીસ સામે તેઓ દાદાગીરી કરી રહ્યા છે. ભાજપની સરકાર હોવાને કારણે તેઓ પોલીસને દબાવી રહ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્દેશ કર્યા છે કે ખુલ્લા પાર્ટી પ્લોટની અંદર કોઈએ પણ નવરાત્રિનું આયોજન કરવાનું નથી. તો કયા આધારે તેમને મંજૂરી આપવામાં આવી છે તે એક મોટો પ્રશ્ન છે. અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે કુલપતિ, કુલ સચિવ અને ABVPના કાર્યકર્તાઓ સામે પગલાં લે. જો પોલીસ કોઇ કાર્યવાહી નહીં કરે તો અમે આ બાબતે વિરોધ નોંધાવીશું.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here