Monday, September 14, 2026
HomeGujaratગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં...

ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ટ્યુબરક્યુલોસિસ (ટીબી) પર નિયંત્રણ મેળવવા માટે સરકારના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આ વર્ષે જ ગુજરાતમાં ટીબીના 1.18 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 352 અને પ્રતિ કલાકે સરેરાશ 15 વ્યક્તિ ટીબીની ઝપેટમાં આવે છે. અમદાવાદમાં ટીબીના વધુ દર્દીઓ નોંધાયા પહેલી જાન્યુઆરીથી 23મી નવેમ્બર 2025 સુધી ટીબીના સૌથી વધુ કેસમાં અમદાવાદમાં ટીબીના 17358 દર્દીઓ નોંધાયા છે. હાલ સ્થિતિ એવી છે કે, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, મોરબી, નર્મદા, પોરબંદર જિલ્લા કરતાં પણ અમદાવાદના દાણીલીમડા,ઘાટલોડિયા, અસારવા, બાપુનગર અને વાસણમાં ટીબીના વધુ દર્દીઓ નોંધાયા છે. તબીબોના મતે અમદાવાદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ ચાર હજાર નવા કેસ ટીબીના નોંધાતા હોય છે. ઘરમાં કોઈને ટીબી હોય તો અન્ય સદસ્યોએ ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. ટીબી થઈ હોય તેને અને તેમના પરિવારના સદસ્યોને પૌષ્ટિક આહારથી લઈને કઈ તકેદારી રાખવી તેના અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં ટીબીથી સાજા થવાનો દર 85થી 88 ટકા જોવા મળે છે. આ વર્ષે અત્યારસુધી ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 6.33 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 2.01 લાખ સાથે બીજા અને બિહાર 1.91 લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાંથી સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લામાં સુરત બીજું, દાહોદ ત્રીજું જ્યારે વડોદરા ચોથા સ્થાને છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here