Sunday, October 4, 2026
Homewriter's thoughtસુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- મૃત્યુ! વેદના કે વ્હાલ?

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!

હમણાં પરિવારમાં પિતા સમાન અંગત સ્વજનનું મૃત્યુ થયું! અને વળી જન્મ યુવાની, ગૃહસ્થી, પ્રોઢા, વૃદ્ધ અને અરસપરસ એનાં દરેક સમયનાં મુકામે મોહ, માયા, મમતાની વૃદ્ધિ કરતાં સંસારનું ચક્રવ્યૂહ! અને એમાં પરિવારનો રોલ! આ બધું જ એક ચિત્રપટ જેમ નજર આગળથી પસાર થયુ, કારણ કે આટલાં મોટાં કુટુંબમાં પરણીને આવે 37 વર્ષ ઉપર પૂરાં થયાં, એટલે સારાં માઠાં પ્રસંગે ભેગાં થવું, સૌની પસંદ નાપસંદ, આ બધું જ જાણતાં હોઈએ! અને એ મુજબ આમન્યાથી જીવ્યાં હોઈએ! પણ દેહ વિલય પછીનો એ ઉદ્વેગ વગરનો અને શાંત ચહેરો, જીવ ને એક ચિંતન કરાવી ગયો!: કે મૃત્યુ! વેદના કે વ્હાલ? ઉંમરનાં અમુક મુકામ પછી શરીરની કષ્ટીઓ પણ સ્વાભાવિક હોય, અને ત્યારે આમ લાંબી માંદગીની પીડા વગર રમત રમતમાં દેહ છોડી દેવો! એ ખરેખર એક કળા છે. આપણે ત્યાં “મૃત્યુને વહાલું કર્યું” એવું બોલવામાં પણ આવે છે, અને ખરેખર એ જ રીતે એકદમ સ્વસ્થતાથી આત્મા સરકી ગયો! ગીતાનાં કથન મુજબ જીજીવિષા નાં અંત વગરનું મૃત્યુ એ ચોક્કસ વેદના હશે! પણ જીજીવિષા છૂટે તો વ્હાલ! મહાભારતમાં કહ્યું છે કે, મૃત્યુ એક સુંદર સ્ત્રીનો શણગાર સજીને આવે છે, અને એટલે મરનાર પરિવારની મોહ માયા માંથી છૂટી શકે છે. તો મૃત્યુ પામનારા જીવ અને જે પરિવાર જનોની અંદરોઅંદરની લાગણીનો એક કિસ્સો આજે બુધવારની બોધકથામાં..

સ્વપ્નીલ એ ફળિયામાં ગાડી પાર્ક કરી, અને બંગલો તરફ નજર કરી, તો આજે અંધારું ઘોર હતું! એને આશ્ચર્ય થયું, કારણ કે પપ્પાનો રોજનો નિયમ હતો, કે પોતે આવી એને મોઢું દેખાડે, જય હાટકેશ કરે ! આખાં દિવસનો રિપોર્ટ આપે, એ પણ પોતે શું કર્યું! કોનાં ફોન આવ્યા! કોને ફોન કર્યો! રામુકાકા અને ગોમતીની કથની પણ કહે. એટલે એને સહેજ ફડકો પડ્યો! એણે બારણાને ધક્કો માર્યો, અને એ ખુલી ગયું! એ ઝડપથી પપ્પાનાં રુમ તરફ ગયો! લાઈટ બંધ હતી, અને એના પપ્પા એટલે કે સુબોધ ભાઈ આરામ ખુરશીમાં બેઠાં બેઠાં જ સૂઈ ગયાં હોય એમ લાગ્યું, એમની છાતી સાથે મમ્મીનો એટલે કે સુહાસિની બેનનો ફોટો જોડાયેલો હતો, અને એવું લાગતું હતું કે એમની સાથે વાત કરતાં કરતાં જ એને નીંદર આવી ગઈ હશે!: ખુરશી ધીરેધીરે ઝૂલી રહી હતી, એટલે બીજું કોઈ વિચાર્યા વગર એનાં માથે હાથ ફેરવીને જતાં રહેવાં વિચાર્યું, પણ થયું જાગી જશે! અને એણે પાછા પગ કર્યાં, ત્યાં એનાં કાને, આવી ગયો બેટા! હું તારી જ રાહ જોતો હતો, અને સ્વપ્નીલનો હાથ પકડી સામેની ખુરશીમાં બેસાડી દીધો! અને કહ્યું બેટા હું જાઉં હવે! સ્વપ્નીલ જોઈ રહ્યો હતો કે‌ પપ્પા આજે કંઈક જુદાં લાગે છે. એણે પોતાની વાતને આગળ દોહરાવતા કહ્યું કે બેટા તારી મમ્મી પચ્ચીસ વર્ષથી મારી રાહ જુવે છે! મેં એને દીધેલું વચન પાળ્યું! તને અને સંસ્કૃતિને ઉછેર્યા ભણાવ્યાં! યોગ્ય બનાવ્યાં! કેરિયર સેટ કર્યું! સંસ્કૃતિનાં લગ્ન કરાવ્યાં! પણ હવે બસ! આ શરીર તંદુરસ્ત છે ત્યાં જ …. અને પપ્પા એ પકડેલો હાથ છૂટી ગયો અને આંખો બંધ! સ્વપ્નીલ પપ્પા.. પપ્પા.. પપ્પા.. કરતો રહ્યો પણ એણે અનંતની વાટ પકડી લીધી હતી.

સ્વપ્નીલને ખ્યાલ આવી ગયો કે પપ્પા હવે નથી રહ્યાં! પણ શું કરવું એ કંઈ જ સુઝતું નહોતું! એણે આરામ ખુરશી માંથી એમને ઉંચકીને બેડ પર સુવાડ્યાં, અને બિલકુલ પપ્પા એને માથે હાથ ફેરવીને સુવડાવતા એમ હાથ ફેરવવા લાગ્યો! મમ્મી ગુજરી ગઈ, ત્યારે પોતે પાંચ વર્ષનો હતો અને સંસ્કૃતિનો તો હજી જન્મ જ થયો હતો! એટલે એમ કહોને મમ્મી સાથેની યાદો તો સાવ ધૂંધળી ધૂંધળી જ હતી! પણ એની તો આખી જીંદગીમાં પપ્પા પપ્પા ને પપ્પા જ હતાં. નોકરી ઘર અને બે બાળકો બધું પપ્પા કેમ મેનેજ કરતા હશે? કેટલાં બધાં સંઘર્ષો કર્યા! ઉપરાંત બધાને મમ્મી છે, અને મારે કેમ નહીં! જેવાં બાલ સહજ પ્રશ્નોનાં જવાબ પણ આપવાનાં. ત્યારે તો ઘર પણ સાવ નાનકડું હતું, અને માસી મામા ફૈબા આવે તો કેટલીય ભેટ લાવતા અને અંદરોઅંદર વાતો કરતાં કે પપ્પાનો પગાર‌ પણ સાવ ઓછો છે, આ મોંઘવારીમાં બેયના ભણતરનો ખર્ચ ક્યાંથી પોષાય! પણ પપ્પા એ એવું ક્યારેય વર્તાવા દીધું નહીં, અને સંસ્કૃતિ તો દીકરી એટલે કપડાં ઉપરાંત સેન્ડલ, બોરીયા, બકકલ, માળા, બંગડી, બધું જ… પપ્પા પપ્પા તમે કેમ જતાં રહ્યાં, તમારી માટે તો મેં આ બંગલો લીધો, અને હજી બે મહિના થયાં ત્યાં..

મોટેભાગે દરેક સંતાનને હોય એમ સ્વપ્નીલને પણ એનાં પપ્પાને બધું જ સુખ આપવું હતું! પણ એનો કોઠો જાણે સંઘર્ષનો હોય એમ નિરાંત ના દિવસો આવ્યાં ત્યાં ચાલ્યા ગયાં! સ્વપ્નીલ વિચારતો હતો, કે પપ્પાને એવી કોઈ બિમારી પણ નહોતી, અને એટલાં વૃદ્ધ પણ નહોતાં! હાં અસ્થમાની તકલીફ હતી. એકાએક એને યાદ આવ્યું કે પપ્પા આજે સવારે ડોક્ટર પાસે ગયાં હતાં! પોતે જ લઈ જતો પણ આ વખતે જરુરી મિટિંગ હતી, એટલે એમને એકલાં જવું પડ્યું! જોકે એમણે એકદમ આત્મ વિશ્વાસથી કહ્યું હતું કે, એમાં શું, ગાડી નહીં ચલાવું, પણ ડ્રાઈવર સાથે તો જઈ જ શકાય ને! સ્વપ્નીલ તરત ઉભો થયો અને પપ્પાનાં કબાટમાંથી ડોક્ટરની ફાઈલ કાઢી! એણે જોયું કે કબાટ આજે જ ગોઠવેલ છે! કેટલું વ્યવસ્થિત! સ્વપ્નીલ એ ફાઈલ ખોલી અને જોયું તો આમ તો દર મહિને લેતાં એ જ ગોળી ને પંપ હતાં, પણ ગયાં અઠવાડિયે જ એમણે એક ટેસ્ટ લખ્યો હતો! પણ પપ્પા તો ગયા નહોતાં, કે પછી મને કહ્યું નહોતું! એણે વધુ ઝીણવટભરી તપાસ કરી તો એ ટેસ્ટ ફેફસાંની કેપેસિટીનો હતો અને પપ્પાનાં બંને ફેફસાં ખાસ્સાં નબળા પડી ગયાં હતાં! પપ્પા ગયા અઠવાડિયે ગયાં હતાં કે ફોન કર્યો હતો? એ ચેક કરવાં એણે પપ્પાનો ફોન લીધો, અને ચેક કર્યું તો ફોન જ કર્યો હતો, અને એનું રેકોર્ડિંગ પણ હતું! જેમાં એ ડોક્ટરને કહેતાં હતાં, હવે શરીરને ખોટું કોઈ કષ્ટ દેવું નથી! બધી જવાબદારી પૂરી થઈ ગઈ છે, ભલે આવતું મૃત્યુ હું તૈયાર છું! એને પણ કોઈ વીર આવ્યો છે! એવી ફિલીંગ થવી જોઈએ ને.. અને પછી હસ્યા. પપ્પા તમે કંઈ બોલ્યાં કેમ નહીં? એને યાદ આવ્યું કે પોતે જઈ શક્યો નથી, એટલે એણે ફોન કર્યો હતો, કે પહોંચી ગયાં? અને પપ્પા ફોન કાપવો ભૂલી ગયાં હશે, એટલે એ રેકોર્ડિંગ પણ સાંભળ્યું, સુબોધ ભાઈ તમે સ્વપ્નીલ સાથે વાત તો કરો ! હજી ટ્રીટમેન્ટ થાય એમ છે! અને એમણે કહ્યું કે ના હવે મારે કોઈ ટ્રીટમેન્ટ કરવી નથી, સુહાસિની એ બહુ રાહ જોઈ…. સ્વપ્નીલ એ સંસ્કૃતિને ફોન લગાડ્યો અને કહ્યું નાનકી પપ્પા એ.. આપણને વેદના આપી મૃત્યુ ને વહાલું કર્યું!… અને પોકે પોકે રડવા લાગ્યો..

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here