Tuesday, August 25, 2026
HomeSpecialઆજે વિશ્વ ચકલી દિવસ

આજે વિશ્વ ચકલી દિવસ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

ચકલી એટલે નાના બાળકોનું મનગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયાની ઉપમા આપવામાં આવે છે. એ જ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20મી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે. આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતયીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી. વર્ષ 2010માં વિશ્વમાં જૂદા જૂદા ભાગોમાં પહેલો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો છે. ઉપરાંત મોબાઇલ અને ટી.વી ટાવરના રેડિએશન પણ ચકલીઓના મોતનું કારણ છે. ચકલી બચાવો અને ચકલી સંરક્ષણ ઝુંબેશને સમર્થનના ભાગ રૂપે ચકલીને 2012માં દિલ્લીનું અને 2013માં બિહારનું રાજ્ય પક્ષી જાહેર કરવામાં આવ્યું હતું.વૈજ્ઞાનિકો અનુસાર, ચકલીઓની આશરે 43 જાતિઓ છે. છેલ્લા થોડા વર્ષોમાં 60 થી 80 ટકા ઘટાડો થયો છે ચકલીઓ સામાન્ય રીતે કલાક દીઠ 38 કિમીની ઝડપે ઉડે છે. પરંતુ મુશ્કેલીના સમયે તેઓ કલાક દીઠ 50 કિમી ઝડપે ઉડી શકે છે. 1950 ના અંતે, ચિની સરકાર દ્વારા લાખો ચકલીઓની હત્યાનું અભિયાન શરૂ કર્યું હતું કારણ કે ચકલીઓ ખાદ્ય પાકને નુકસાન પહોંચાડતી હતી પરંતુ ઝુંબેશ પરિણામો અંત ઉલટો જ આવ્યો, કારણ કે ચાઇનામાં લાખો ચકલીઓની હત્યા બાદ  જંતુઓનો મોટી સંખ્યામાં વધારો થયો હતો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.ચકલીના બહુ જ ઓછા ઈંડામાં માતાપિતા બંનેના ડીએનએ હોય છે. તેમાંના મોટાભાગના માત્ર તેમની માતાના ડીએનએ ધરાવે છે.સરેરાશ, માદા ચકલી દર વર્ષે 3 થી 5 ઇંડા આપે છે. 12 થી 15 દિવસ પછી ઇંડામાંથી એક ચકલી જન્મ લે છે.જંગલી ચકલી સરેરાશ 4 થી 5 વર્ષ સુધી જીવે છે. જોકે, ડેનમાર્કમાં એક જંગલી ચકલી 19 વર્ષ અને 9 મહિના સુધી જીવતી રહી હતી, તે એક જંગલી ચકલી માટે વર્લ્ડ રેકોર્ડ છે. પાંજરામાં પૂરેલ પાલતુ ચકલી સરેરાશ 12 થી 14 વર્ષ જીવે છે.  પરંતુ એક ચકલીનો ૨૩ વર્ષ સુધીનો રેકોર્ડ છે.સામાન્ય રીતે જમીન પર સીધા ચાલવાને બદલે ચકલીઓ ઉછળે છે. ચકલીઓ ઓછી થવાનું એક સૌથી મોટું કારણ છે મોબાઈલ ટાવરનું રેડિએશન, કેમ કે સામાન્ય રીતે ૧૨ થી ૧૫ દિવસમાં ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે, પરંતુ મોબાઇલ ટાવરની પાસે ૩૦ દિવસ સુધી પણ બચ્ચા બહાર નથી આવતા.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here