Thursday, August 27, 2026
HomeGujaratAhmedabadહથનૂરના બધા ૪૧ દરવાજા ફરી એકવખત ખોલી દેવાયા

હથનૂરના બધા ૪૧ દરવાજા ફરી એકવખત ખોલી દેવાયા

Date:

Related stories

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

હથનૂર ડેમથી એક લાખ ૫૩ હજાર ૫૪૦ ક્યુસેક પાણી છોડાયું : તાપી અને પુર્ણા નદી કિનારાના ગામોમાં એલર્ટ
અમદાવાદ, તા.૮
મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેની સીધી અસર ગુજરાત ઉપર પણ થઇ છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના હથનૂર ડેમ વિસ્તારમાં ૪૦૦ મિમિ જેટલો અતિ ભારે વરસાદ ખાબક્યો છે. જેથી ફરી એકવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા આખા ઓપન કરી દેવામાં આવ્યા છે. હથનૂર ડેમમાંથી છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજ્યના તાપી, સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો, હથનૂર ડેમમાંથી પાણી છોડવાના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની આ વખતની સીઝનમાં મહારાષ્ટ્રના હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજાઓ બીજી વાર ખોલી નાંખવામાં આવ્યા છે. હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ, ટેક્સા ચિખલદરા અને બહાણપૂર આ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૪૦૦ મિમિ વરસાદની નોંધાયો છે. ભારે વરસાદ પડતાં હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે. આ સીઝનમાં બીજીવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ રાજ્યમાં બૈતૂલ વિસ્તારમાંથી તાપી નદીનો ઉદ્‌ગમ થયો છે અને મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીને પુર આવતાં હતનૂર ડેમની સપાટીમાં વધી જતાં ૪૧ દરવાજા ઓપન કરી દેવામાં આવ્યા છે. જલગાવ જિલ્લાના કલેક્ટર ડો અવિનાશ ઢકાણે દ્વારા નદી કિનારે આવેલા ગામના લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી નાંખવામાં આવતાં સુરતના ઉકાઇ ડેમમાં પણ જળસપાટીમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શકયતા હોઇ તંત્ર પર હાલ એલર્ટ છે.

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here