Saturday, September 26, 2026
HomeGujaratઅતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ...

અતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ દિવસે અતુલ વેંકરીયાની કારથી દીકરી કચડાઈ

Date:

Related stories

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

સુરત : સુરતમાં હાલ અતુલ બેકરીના માલિકના હિટ એન્ડ રન નો કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. વેસુ રોડ પર અતુલ બેકરી ના સંચાલક અતુલ વેંકરિયાએ પૂરઝડપે કાર હંકારીને 3 ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં મોપેડ ચાલક એક યુવતીનું મોત નિપજ્યું હતું. ઉમરા પોલીસે અતુલ વેંકરિયાની અટકાયત કરી હતી, જેના બાદ તેના જામીન મંજૂર થયા હતા. જોકે, અતુલ વેંકરિયા ની કારની અફડેટે જે યુવતીનું મોત નિપજ્યું છે, તે યુવતી બારડોની વતની છે. વ્હાલસોયી દીકરી ગુમાવવાથી તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.સુરતના વેસુ રોડ પર જે.એચ અંબાણી સ્કૂલ પાસે અતુલ બેકરીના સંચાલક અતુલ વેંકરિયાએ અકસ્માતોની વણઝાર સર્જી હતી. તેમની પૂરઝડપે ભાગેલી કારે 3 મોપેડને અડફેટે લીધી હતી. રોડ બાજુમાં બાઇક પાર્ક કરી ફ્રેંક નો ઓર્ડર આપી ફ્રેંકીની રાહ જોતા બાઇક ચાલકો પર કાર ફરી વળી હતી. જેના બાદ અતુલ વેંકરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અતુલ વેંકરિયાના જામીન પોલીસ સ્ટેશનમાંથી મંજૂર પણ થયા હતા. પોલીસે IPC 304 (અ) જેવા સામાન્ય ગુના દાખલ કરતા તાત્કાલિક જામીન મળી ગયા હતા. જોકે, વેંકરિયાનું દારૂ પીધેલાનું મેડિકલ 9 કલાક પછી કરાતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.  અતુલ વેંકરિયાની કારની અડફેટે બારડોલીના વધાવા ગામની ઉર્વશી ચૌધરીનું મોત નિપજ્યું છે. જુવાનજોધ દીકરીના મોતથી પરિવાર દુખી થયું છે. તેથી જ અતુલ વેંકરિયાને કડક સજા થાય તેવી માંગણી ઉઠી હતી. જોકે, આ વચ્ચે મૃત્યુ પામનાર ઉર્વશીની માતાએ કહ્યું કે,  ‘આ મામલે પોલીસ આરોપીને લઈ ગઈ છતાં એ એવું કહે છે કે હું નહોતો ચલાવતો મારો ડ્રાઇવર ચલાવતો હતો. એણે ખૂન કર્યુ છે એટલે કોઈ પૂછવા નથી આવ્યું, કેમ હું ગરીબ છું એટલે? બહું બહું તો એ મને પૈસા આપશે. મારી દીકરીને પાનેતર ઓઢાડવાનો દિવસ હતો. એને છોકરો જોવા આવવાનો હતો સંબંધ નક્કી કરવાનો હતો. આજે મેં એને અગ્નિ દાહ આપ્યો છે. અમને ફોન આવે છે કે તમે કેસ શું કામ લાંબો કરો છો, એ રૂપિયા વાળો માણસ છે. હું તો એવું કહું છું કે જો અહીંયા સજા નહીં મળે તો ઉપર સજા મળશે.’

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here