Tuesday, October 6, 2026
Homenationalલુધિયાણા વિસ્ફોટ કેસ પર મોટા સમાચાર! આરોપી જસવિન્દર મુલ્તાનીની જર્મનીમાં થઈ ધરપકડ

લુધિયાણા વિસ્ફોટ કેસ પર મોટા સમાચાર! આરોપી જસવિન્દર મુલ્તાનીની જર્મનીમાં થઈ ધરપકડ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બર્લિન: લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. વિસ્ફોટના આરોપી જસવિન્દર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતની ભલામણ પર જર્મની પોલીસે જસવિન્દર સિંહ મુલ્તાનીની ધરપકડ કરી છે. લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસનો આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો છે. જસવિન્દર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે કામ કરી રહ્યો છે. તેણે ISI ના ઈશારે લુધિયાણા કોર્ટમાં ધડાકાનું ષડયંત્ર રચ્યું હતું. 

આતંકીઓને હથિયાર ઉપલબ્ધ કરાવતો હતો જસવિન્દર
સૂત્રોના જણાવ્યાં મુજબ જસવિન્દર સિંહ મુલતાની ખાલિસ્તાની આતંકીઓને હથિયારો ઉપલબ્ધ કરાવવામાં લાગ્યો હતો જેથી કરીને મુંબઈ અને દિલ્હીમાં પણ આતંકી હુમલા કરાવી શકાય. મોદી સરકારે Highest Level પર જર્મનીની સરકારને આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની પર કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. પાકિસ્તાનથી જસવિન્દર સિંહ મુલ્તાનીને હથિયારો મળતા હતા. 

વિસ્ફોટની ઝપેટમાં આવ્યો હતો હુમલાખોર ગગનદીપ
અત્રે જણાવવાનું કે 23 ડિસેમ્બરે પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બોમ્બ પ્લાન્ટ કરતી વખતે ધડાકો થઈ ગયો હતો અને બોમ્બ લગાવવા આવેલો પંજાબ પલીસનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ગગનદીપ વિસ્ફોટની ઝપેટમાં આવીને માર્યો ગયો હતો. 

ગગનદીપ પંજાબના ખન્ના શહેરનો રહીશ હતો. વર્ષ 2019માં ગગનદીપ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદથી તે લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. જેલની અંદર જ તેણે લુધિયાણા કોર્ટમાં ધડાકાનું ષડયંત્ર રચ્યું હતું. આ વર્ષ સપ્ટેમ્બરમાં તે જેલમાંથી બહાર આવ્યો હતો. 

નોંધનીય છે કે પંજાબ પોલીસ મૃતક ગગનદીપનું લેપટોપ અને મોબાઈલ પણ જપ્ત કરી ચૂકી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકી રિન્દાએ ગગનદીપને લુધિયાણા કોર્ટમાં વિસ્ફોટ કરવા જણાવ્યું હતું. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here