Monday, September 14, 2026
HomeGujaratલવ જેહાદ સામે અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન; શહેર સજ્જડ બંધ, 3 કિલોમીટર લાંબી...

લવ જેહાદ સામે અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન; શહેર સજ્જડ બંધ, 3 કિલોમીટર લાંબી રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ડીસા : ડીસામાં હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોને ધર્માંતરણ કરાવવાના મુદ્દે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો હતો. જેને લઈને આજે ડીસામાં સજ્જડ બંધના એલાન સાથે અભૂતપૂર્વ આક્રોશ રેલી નીકળી હતી. રેલીના પ્રવાહને લઘુમતી સમાજના વિસ્તારમાં જતો અટકાવવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. રેલી બાદ ડીસાના સરદારબાગ આગળ યોજાયેલી જાહેરસભામાં રાજકીય આગેવાનો સહિત હિંદુ સંગઠનોએ લઘુમતી સમાજને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા આહ્વાન કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.ડીસાના માલગઢ ગામના માળી પરિવારની યુવતીને લઘુમતી સમાજના યુવક દ્વારા ફસાવી યુવતીની માતા અને ભાઈને ધર્માંતરણ કરાવી રૂપિયા 25 લાખની માંગણી કરી હોવાની બાબતે સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. જેના કારણે આજે માળી સમાજ તેમજ હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં તમામ સમાજો, વિવિધ વેપારી એસોસિયેશન અને વિવિધ સામાજિક તેમજ સ્વૈચ્છિક સંગઠનોએ પોતાનું સમર્થન આપતા ડીસા શહેર અભૂતપૂર્વ સજ્જડ બંધ રહ્યું હતું. સવારે 10:00 વાગ્યેથી ડીસાના સરદાર બાગ આગળથી વિશાળ આક્રોશ રેલી નીકળી હતી. રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલી સરદારબાગથી ફુવારા સર્કલ, સુભાષ ચોક, હીરા બજાર થઈને એસ.સી.ડબ્લ્યુ સ્કૂલ થઈ સરદાર બાગ પરત આવી હતી. જોકે હીરા બજાર આગળથી રેલીનો પ્રવાહ લઘુમતી સમાજના વિસ્તાર તરફ જવા દબાણ કરતો હોઈ પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં બે યુવકોને ઈજા થઈ હતી. રેલી બાદ સરદારબાગ આગળ યોજાયેલી વિશાળ જાહેરસભામાં ડીસાના ધારાસભ્ય, માળી સમાજના અગ્રણીઓ તેમજ હિંદુ યુવા સંગઠનો સહિત આગેવાનોએ પોતાના પ્રવચનમાં લઘુમતી સમાજને લવ જેહાદની પ્રવૃત્તિ બંધ કરી હિન્દુ યુવતીઓને ફસાવવાનું કૃત્ય ન કરવા આહ્વાન કર્યુ હતું. તેમજ આવી પ્રવૃત્તિ વિરોધમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here