Tuesday, September 22, 2026
Homenationalઅગ્નિવીરોની પ્રથમ બેચની તાલીમ પૂર્ણ, INS ચિલ્કા ખાતે 2 હજારથી વધુ જવાનોની...

અગ્નિવીરોની પ્રથમ બેચની તાલીમ પૂર્ણ, INS ચિલ્કા ખાતે 2 હજારથી વધુ જવાનોની પાસિંગ આઉટ પરેડ યોજાઈ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નૌકાદળના વડા એડમિરલે નવા ભરતી થયેલા જવાનોની સલામી લીધી હતી

આ પરેડ કાર્યક્રમ બાદ અગ્નિવિરોને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા

અગ્નિવીરોની પ્રથમ બેચની ચાર મહિનાની તાલીમ પૂર્ણ થયા બાદ ગઈકાલે ઓડિશાના INS ચિલ્કા ખાતે 2,585 પાસિંગ આઉટ જવાનોની પરેડ યોજાઈ હતી. નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે સૂર્યાસ્ત બાદ આ યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં નવા ભરતી થયેલા જવાનોની સલામી લીધી હતી. સૂર્યાસ્ત બાદ યોજાયેલી પરેડ ભારતીય સશસ્ત્ર દળોમાં તેના પ્રકારની પ્રથમ પરેડ હતી. પરંપરાગત રીતે પાસિંગ આઉટ પરેડ સવારે યોજાવામાં આવે છે.

પાસ થનારાઓમાં 272 મહિલા અગ્નિવીર છે

આ ઐતિહાસિક કાર્યક્રમમાં પૂર્વ એથ્લેટ અને રાજ્યસભા સાંસદ પીટી ઉષા, પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ પણ હાજર રહ્યા હતા. પાસ થનારાઓમાં 272 મહિલા અગ્નિવીર છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે એશિયાના સૌથી મોટા ખારા પાણીના તળાવ ચિલ્કા તળાવમાં તાલીમ મેળવનારા આ અગ્નિવિરોને દરિયાઈ તાલીમ માટે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં તેમણે કહ્યું કે INS ચિલ્કા ખાતે આપવામાં આવેલી તાલીમમાં ફરજ, સન્માન અને હિંમતના મૂળ નૌકા મૂલ્યો પર આધારિત શૈક્ષણિક, સેવા અને આઉટડોર તાલીમનો સમાવેશ થાય છે. કાર્યક્રમને સંબોધતા એડમિરલ હરિ કુમારે અગ્નિવીરોને જ્ઞાનનો મજબૂત પાયો, શીખવાની ઈચ્છા અને તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠ બનવાની પ્રતિબદ્ધતા વિકસાવવા જણાવ્યું હતું. આ સાથે એડમિરલ હરિ કુમારે અગ્નિવીરોને રાષ્ટ્ર નિર્માણ માટે નૌકાદળના કર્તવ્ય, સન્માન અને હિંમતના મૂળ મૂલ્યોને જાળવી રાખવા વિનંતી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રથમ બેચમાં અગ્નિવીર પણ સામેલ છે જે આ વર્ષે ડ્યુટી પર ભારતીય નૌકાદળની પ્રજાસત્તાક દિવસની પરેડ દળના એક ભાગ હતા. આ પરેડ કાર્યક્રમ બાદ અગ્નિવિરોને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here