Wednesday, July 22, 2026
HomeWorldફોર્બ્સે વિશ્વના ધનિકોની યાદી કરી જાહેર, મુકેશ અંબાણી ટોપ-10માં, અદાણી પર દેખાઈ...

ફોર્બ્સે વિશ્વના ધનિકોની યાદી કરી જાહેર, મુકેશ અંબાણી ટોપ-10માં, અદાણી પર દેખાઈ હિંડેનબર્ગ ઈફેક્ટ

Date:

Related stories

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

ફ્રાન્સના બર્નાર્ડ અર્નોલ્ટ 211 અબજ ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઈલોન મસ્ક (180 અબજ ડૉલર) બીજા, જેફ બેઝોસ (114 અબજ ડૉલર) ત્રીજા, લેરી એલિસન (107 અબજ ડૉલર) ચોથા અને વોરેન બફે (106 અબજ ડૉલર) પાંચમા ક્રમે

મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેમની કુલ સંપત્તિ 83.4 અબજ ડૉલર છે. તે વિશ્વના ધનિકોની યાદીમાં 9મા સ્થાને પહોંચી ગયા છે. દરમિયાન ગૌતમ અદાણી 47.2  અબજ ડૉલરની સંપત્તિ સાથે ધનિકોની વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને પહોંચી ગયા છે. ફોર્બ્સની મંગળવારે જારી કરાયેલી 2023ના અબજપતિઓની યાદી અનુસાર અદાણી 24 જાન્યુઆરી, 2023ના રોજ 126 અબજ ડૉલરની સંપત્તિ સાથે દુનિાયના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ હતા. જોકે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપોને પગલે તેમની સંપત્તિમાં તીવ્ર ઘટાડો થયો હતો. જોકે તેઓ મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી ધનિક ભારતીય છે. ખાસ વાત એ છે કે આ વખતે રેકોર્ડ 169 ભારતીય અબજપતિઓએ વિશ્વના ધનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 2022માં આ સંખ્યા 166 હતી. જો કે સંખ્યા વધવા છતાં આ ધનિકોની સંપત્તિ 10 ટકા ઘટીને 675 અબજ ડોલર થઈ ગઈ છે. 2022માં તેમની સંપત્તિ 750 અબજ ડૉલર હતી. ફોર્બ્સ અનુસાર મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ગયા વર્ષે 100 અબજ ડૉલરની આવકને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. તેમનો બિઝનેસ ઓઈલ, ટેલિકોમથી લઈને રિટેલ સુધી ફેલાયેલો છે.

ટોપ-25  ધનિકોની સંપત્તિમાં 200 અબજ ડૉલરનો ઘટાડો 

ફોર્બ્સની વર્લ્ડ બિલિયોનેરની યાદી અનુસાર વિશ્વના 25 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિમાં એક વર્ષમાં 200 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. 2022માં તેમની કુલ સંપત્તિ 2,300 અબજ ડૉલર ($2.3 ટ્રિલિયન) હતી, જે હવે ઘટીને 2,100  અબજ ડૉલર ($2.1 ટ્રિલિયન) થઈ ગઈ છે. એમેઝોનના માલિક જેફ બેઝોસની સંપત્તિમાં સૌથી વધુ 57 અબજ ડોલરનો ઘટાડો થયો છે. ઈલોન મસ્કની સંપત્તિમાં એક વર્ષમાં 39 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ 211 અબજ ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ઈલોન મસ્ક (180  અબજ ડૉલર) બીજા, જેફ બેઝોસ (114 અબજ ડૉલર) ત્રીજા, લેરી એલિસન (107 અબજ ડૉલર) ચોથા અને વોરેન બફે (106 અબજ ડૉલર) પાંચમા ક્રમે છે. બિલ ગેટ્સ 104  અબજ ડૉલરની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને છે. માઈકલ બ્લૂમબર્ગ સાતમા, કાર્લસન સ્લિમ હેલુ આઠમા, મુકેશ અંબાણી નવમા અને સ્ટીવ બાલ્મર 10મા ક્રમે છે.

ભારતના ટોચના 10 ધનિકોમાં શિવ નાડર અને સાવિત્રી જિંદાલ પણ સામેલ છે

નામ ક્રમ  મિલકત
શિવ નાડરત્રીજા 25.6 અબજ ડૉલર 
સાયરસ પૂનાવાલાચોથા22.6 અબજ ડૉલર 
લક્ષ્મી મિત્તલ પાંચમા17.7 અબજ ડૉલર
સાવિત્રી જિંદાલછઠ્ઠા17.5 અબજ ડૉલર 
દિલીપ સંઘવીસાતમા15.6 અબજ ડૉલર 
રાધાકૃષ્ણ દામાણીઆઠમા15.3 અબજ ડૉલર 
કુમાર મંગલમ બિરલાનવમા14.2 અબજ ડૉલર 
ઉદય કોટકદસમા12.9 અબજ ડૉલર 

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે.

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો પ્રદાન કરતી મહિન્દ્રા ફાઇનાન્સે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના અનઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી. કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો, જે વર્ષદર વર્ષે 70% વધુ છે, જ્યારે કુલ આવક 12% વધીને ₹4,974 કરોડ થઈ. એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) 13% વધીને ₹1,37,449 કરોડ થયા. પ્રથમ ત્રિમાસિકમાં ₹15,564 કરોડનું રેકોર્ડ વિતરણ થયું, જે વર્ષદર વર્ષે 22% વધુ છે. કન્સોલિડેટેડ ધોરણે કુલ આવક 14% વધીને ₹5,725 કરોડ થઈ, જ્યારે PAT 75% વધીને ₹927 કરોડ થયો.કંપનીએ નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિ જાળવી રાખી. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 7.3% થયો, ક્રેડિટ કોસ્ટ 1.5% પર સુધરી અને રિટર્ન ઓન એસેટ્સ (RoA) 2.4% થયો. સ્ટેજ 3 એસેટ્સ 3.8%થી સુધરીને 3.5% થયા. ડિજિટલ અને AI ક્ષમતાઓએ ગ્રાહક સંપાદન, કામગીરીની કાર્યક્ષમતા અને વસૂલાતને વધુ મજબૂત બનાવી. MHRFL સિવાયના નોન વ્હીકલ ફાઇનાન્સ વ્યવસાયમાં વિતરણ વર્ષદર વર્ષે 79% વધ્યું.પરિણામો અંગે ટિપ્પણી કરતાં મહિન્દ્રા ફાઇનાન્સના એમડી અને સીઈઓ રાઉલ રેબેલોએ જણાવ્યું, "આ ત્રિમાસિક ગાળાનું અમારું પ્રદર્શન અમારી ફ્રેન્ચાઇઝની મજબૂતાઈ દર્શાવે છે, જેમાં નફાકારકતામાં સતત વૃદ્ધિ, મજબૂત એસેટ ગુણવત્તા અને વિકાસ કેન્દ્રિત વ્યૂહરચના તરફની પ્રગતિનો સમાવેશ થાય છે. અમારા મુખ્ય વાહન ફાઇનાન્સ વ્યવસાય, નવા વિકાસ એન્જિન અને ટેક્નોલોજીમાં કરાયેલા કેન્દ્રિત રોકાણો નફાકારક અને શિસ્તબદ્ધ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે."

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી...

કેશફ્રી પેમેન્ટ્સે માર્ચ 2027 સુધી તેના નવા વ્યવસાયો માટે...

ઉત્સવી સીઝન પહેલાં વ્યવસાયોને મફત પ્રારંભિક તક આપતી ભારતની...

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here