મૂલાસણાની જમીનના રૂ.૨૦,૦૦૦ કરોડના કૌભાંડમાં પૂર્વ ગાંધીનગર કલેકટર સામે FIR
ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ. કે. લાંગા સામે તેમના કાર્યકાળ દરમિયાન જમીનના પ્રીમિયમ નિયમ અનુસાર નહી વસુલવા, અંગત લાભ મેળવવા અને અપ્રમાણસર મિલકત એકત્ર કરવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જોકે, ફરિયાદમાં એસ. કે. લાંગા માત્ર એક પ્યાદું છે. પાંજરાપોળની માલિકીની પશુઓએ માટેની જમીન ખવાઈ ગઈ છે. ગાયની તો માટી પણ ખપે નહી તેની સામે માટી વેચી લોકોએ રૂ.૨૦,૦૦૦ કરોડનું કૌભાંડ કરોડો રૂપિયા જમીન ખોટી રીતે વેચી અબજો રૂપિયાની રકમ લાંચ પેટે જમા લીધી છે.
સમગ્ર ઘટનામાં ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાની મૂલાસણા ગામે આવેલી, ૬૦ લાખ વારની જમીન મુખ્ય મુદ્દો છે. આ જમીન ત્રણ મુસ્લિમ અને હિંદુ પરિવારે અમદાવાદ પાંજરાપોળને ૯૯ વર્ષના ભાડાંપટ્ટા ઉપર આપી હતી. જોકે, જમીનનું કદ અને તેના પ્રાઈમ લોકેશનના કારણે રાજકરણીઓ અને અમદાવાદના નામચીન બિલ્ડરોએ આ જગ્યા પડાવી લીધી. આ કૌભાંડના સરકારના અને મુખ્યમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓ પણ સહભાગી છે. પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીઓએ પણ ખોટી રીતે ભાડાં પટ્ટો રદ્દ કરી આપી અને મોટાપાયે પૈસા પોતાના ઘરભેગા કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે
આ જમીન ટ્રસ્ટ પાસે હોવાથી, તેમાં ગણોતિયાં પણ હાજર હોવાથી તેમજ ટોચ મર્યાદા હેઠળ હોવાથી તેનું બિનખેતી શક્ય ન હતું. ગણોત ધારાના કેસમાં સરકાર પણ પ્કાશ્કાર હોવાથી આ કેસ પરત ખેચવા અશક્ય છે પણ ગણોતિયાંનો કબજો અસામાજિક તત્વોના જોરે ખાલી કરાવવામાં આવ્યો હતો. લગભગ ૩૦૦ જેટલા ગણોતિયાં પરિવારને આ જમીન ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા, તેમની ખોટી સહીઓ, અંગુઠાના નિશાન લઇ જમીન ખાલી કરાવવામાં આવી હતી અને કેસ પરત ખેચવામાં આવ્યા હતા. આ કૌભાંડ માટે પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ મહેસૂલમંત્રી, મહેસૂલના મોટા અધિકારો અને મુખ્યમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓએ મિલીભગત કરી, આ જમીન સરકારશ્રી કરવાની જગ્યાએ રૂ.૩૫૦ કરોડના માતબર રકમની લાંચ લઇ અને જમીન ક્લીયર કરી આપી હોવાનું કહેવાય છે.