Sunday, March 8, 2026
Homenationalપુંછના સિંધરા વિસ્તારમાં સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન, એન્કાઉન્ટરમાં ચાર આતંકી ઠાર

પુંછના સિંધરા વિસ્તારમાં સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન, એન્કાઉન્ટરમાં ચાર આતંકી ઠાર

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ઘર્ષણ બાદ મળી સફળતા

ગઈકાલે રાતથી શરુ હતું સંયુક્ત ઓપરેશન

સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પહેલી અથડામણ ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે થઈ હતી ત્યારબાદ રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર સાથે આજે વહેલી સવારે સંયુક્ત ઓપરેશન ફરી શરુ થયું હતું. જે ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના વિશેષ દળો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો અન્ય દળો સાથે ઓપરેશનનો ભાગ હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટાભાગે વિદેશી આતંકવાદીઓ હોવાની શક્યતા છે અને તેમની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, LOC પારથી, ISI અને આતંકવાદી સંગઠનોના નેતાઓએ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની આસપાસ મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે આતંકવાદીઓને ઘૂસણખોરી કરવા અને આ તરફ પહોંચવાની સૂચના આપી છે.

થોડા દિવસ પહેલા પણ ચકન દા બાગમાં ત્રણ આંતકી ઠાર કર્યા હતા

25 જૂનના રોજ ચકન દા બાગમાં પણ સુરક્ષા દળોએ આતંકી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવીને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો. 

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here