અમદાવાદ: દામનગર નેહરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા આજરોજ દામનગર કન્યા શાળા ખાતે નારી ફિટનેસ રન નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્ર્મમા જયદીપસિંહ ચૌહાણે નહેરુ યુવા કેન્દ્ર ની પ્રવૃત્તિ ઓથી સર્વ ને અવગત કર્યા હતા નારી ફિટનેસ રન કાર્યક્રમ માં 500 મીટરની દોડ રાખવામાં આવી હતી. તેમા 25 વિધાર્થીની બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.તેમાથી એક થી ત્રણ વિજેતા વિદ્યાર્થીની ઓને પધારેલ મહેમાનોને હસ્તે પુરસ્કૃત આપવામાં આવેલ આ પ્રોગ્રામ ની થીમ “WOMAN FIT तो INDIA HIT”ના સ્લોગન સાથે નહેરુ યુવા કેન્દ્ર દ્વારાવિદ્યાર્થીની ઓને મોટિવેટ કરવામાં આવી હતી નારી ફિટનેસ રન સ્પર્ધા માં એક થી ત્રણ ના ક્રમે આવેલ વિદ્યાર્થીની બહેનો ને દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા અને કન્યાશાળા ના આચાર્ય ઓઝા ના વરદહસ્તે પ્રોત્સાહિત ઇનામ એનાયત કરાયા હતા
દામનગર કન્યા શાળા ખાતે નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા નારી ફિટનેસ રન કાર્યક્રમ યોજાયો
Date: